Cyber Scam: આઈફોન યુઝર્સને પાર્સલ ડિલિવરીના બહાને એક સ્કેમ મેસેજ મોકલવામાં આવી રહ્યો છે. તેમાં એક ખોટી લિંક છે જે યુઝર્સ સાથે છેતરપિંડી કરવા માટે ઉપયોગ કરવામાં આવી શકે છે.
આજકાલ સ્કેમના કેસ ઝડપથી વધી રહ્યા છે. સ્માર્ટફોન યુઝર્સ માટે સ્કેમ માથાનો દુખાવો બની રહ્યો છે. તેના આંકડા પણ ચોંકાવનારા છે. દેશમાં દરરોજ હજારો લોકોને ઓનલાઈન સ્કેમનો શિકાર બનાવવામાં આવી રહ્યા છે. સ્કેમર્સ સ્કેમ કરવા માટે નવી નવી રીત અપનાવી રહ્યા છે. હાલમાં જ એક નવું સ્કેમ સામે આવ્યું છે. જેને લઈને સરકારી એજન્સી સાઈબર દોસ્તે પણ એલર્ટ જાહેર કર્યું છે.
નવા સ્કેમનું એલર્ટ જાહેર
એજન્સીએ નવા સ્કેમ વિશે જાણકારી આપી છે. આ સ્કેમ સૌથી વધારે આઈફોન યુઝર્સની સાથે થઈ રહ્યું છે. આઈફોન યુઝર્સને આઈમેસેજ પર એક મેસેજ મોકલવામાં આવી રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ખોટા એડ્રેસ હોવાના કારણે તમારૂ પાર્સલ ડિલિવર નથી થઈ રહ્યું.
આ મેસેજનો જવાબ 24 કલાકમાં આપવાનો રહેશે નહીં તો પાર્સલ રિટર્ન નહીં થાય. આ મેસેજની સાથે એક વેબ લિંક પણ આપવામાં આવી રહી છે. જણાવી દઈએ કે આ એક નકલી મેસેજ છે અને તેમાં આપેલી એક લિંક પર ક્લિક કરવા પર તમને પણ સ્કેમર્સ પોતાનો શિકાર બનાવી શકે છે.
ખોટી લિંક પર ન કરો ક્લિક
ધ્યાનથી જોવા પર તમને ખબર પડશે કે આ મેસેજમાં ઈન્ડિયા પોસ્ટની વેબસાઈટની યુઆરએલ ખોટી આપવામાં આવી હશે. એવામાં મેસેજની ફરિયાદ કરો અને લિંક પર ક્લિક કરવાની ભૂલ ન કરો.
તેના ઉપરાંત તમે બેંક એકાઉન્ટની જાણકારી ન આપો અને પૈસા મોકલવાની ભૂલ પણ ન કરો. આવા મેસેજ આવવા પર નંબરને તરત બ્લોક કરો અને પોલિસમાં ફરિયાદ કરો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.