એવી 10 બીમારીઓ, કે જેનાથી વિશ્વભરમાં થાય છે સૌથી વધુ મોત…

રોગોથી બચવું મુશ્કેલ છે પણ અશક્ય નથી. તેથી શરીરને સ્વસ્થ્ય રાખવા માટે જીવનશૈલીને અનુસરવું જરૂરી છે. ખાસ કરીને આ 10 બીમારીઓથી બચવું જોઇએ, કારણ કે તેની ચપેટમાં આવવાથી તમે મૃત્યુની ખૂબ નજીક પહોચી જશો.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ વિશ્વભરમાં મૃત્યુના મુખ્ય કારણોની યાદી જાહેર કરી છે, જેમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, 2021 માં વિશ્વભરમાં કુલ 68 મિલિયન મૃત્યુમાંથી 57% મોત 10 રોગોને કારણે થયા હતા.

આમાં સૌથી મોટું કારણ ઇસ્કેમિક હૃદય રોગ છે. વિશ્વભરમાં કુલ મૃત્યુના 13 ટકા આ રોગને કારણે થયાનું મનાય છે. વર્ષ 2000 થી અત્યાર સુધીમાં આ રોગને કારણે મૃત્યુની સંખ્યામાં 27 લાખનો વધારો થયો છે અને વર્ષ 2021 માં આ રોગને કારણે 91 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે કોવિડને કારણે માત્ર 8 લાખ મોત થયા છે. સાદી ભાષામાં કહીએ તો હાર્ટ એટેક કે ઇસ્કેમિક હાર્ટ ડિસીઝ કોરોના વાયરસ કરતાં વધુ લોકોનો જીવ લઈ રહી છે.

10 સૌથી જીવલેણ રોગો

ઇસ્કેમિક હૃદય રોગ (હાર્ટ એટેક)

COVID-19

સ્ટ્રોક

ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિજીજ

ફેફસાનું કેન્સર

અલ્ઝાઈમર

ડાયાબિટીસ

કિડની રોગ

ટીબી

ઇસ્કેમિક હૃદય રોગ શું છે?

ઇસ્કેમિક હૃદય રોગમાં રક્ત પ્રવાહના અભાવને કારણે હૃદય નબળું પડી જાય છે. આ સામાન્ય રીતે વધેલા કોલેસ્ટ્રોલનું પરિણામ છે. નસોમાં પ્લેક જમા થવાને કારણે રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે થતું નથી. તેનાથી પીડિત વ્યક્તિ છાતીમાં દુખાવોથી લઈને હાર્ટ એટેક સુધીના લક્ષણો જોવા મળે છે. તેની સારવારમાં દવાઓ, એન્જીયોપ્લાસ્ટી, સર્જરી અને જીવનશૈલીમાં જરૂરી ફેરફારોનો સમાવેશ થાય છે.

હૃદયને મજબૂત રાખવાની રીતો

હૃદયને મજબૂત કરવા માટે આહારની સાથે કસરત પણ ખૂબ જ જરૂરી છે. તમે ક્યારેય હૃદયરોગનો શિકાર બનવા માંગતા નથી તો દરરોજ 10-15 મિનિટ શારીરિક પ્રવૃત્તિ કરો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.