મોતને હાથતાળી: નશામાં રેલ્વે ટ્રેક પર સૂતેલાં વ્યક્તિ પરથી આખી ટ્રેન જતી રહી,
Train Accident Viral Video: એક કહેવત છે ‘રામ રાખે તેને કોણ ચાખે’. આ કહેવત ઘણી વખત સાચી સાબિત થઈ છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો ઉત્તર પ્રદેશના બિજનૌરથી સામે આવ્યો છે. ટ્રેન તેની ઝડપે આગળ વધી રહી હતી, ત્યારે અચાનક એક વ્યક્તિ સામે દેખાયો. જે બાદ થોડી વાર તો અફરાતફરી મચી ગઈ હતી. જે બાદ આ અંગે લોકોએ અને પાયલોટે જીઆરપીને જાણ કરી કે એક વ્યક્તિ ટ્રેનની(Train Accident Viral Video) અડફેટે આવી ગયો છે. આ પછી જ્યારે પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.
ટ્રેન એક વ્યક્તિ પરથી પસાર થઇ
મામલો બુધવારે મોડી રાત્રે બિજનૌર શહેર કોતવાલીનો છે, જ્યાં એક ટ્રેનના લોકો પાયલટે માહિતી આપી કે એક યુવક ટ્રેનમાંથી કપાઈ ગયો છે. આ પછી જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. ખરેખર, તે વ્યક્તિ હજુ પણ ટ્રેનના પાટા પર પડ્યો હતો પરંતુ તેને કંઈ થયું ન હતું. જ્યારે પોલીસ કર્મચારીઓએ તેને ઉપાડ્યો ત્યારે તેના શરીર પર ક્યાંય લાગ્યું હોય તેવા નિશાન પણ નહોતા.
તપાસ કરતા દારૂના નશામાં હોવાનું બહાર આવ્યું
જ્યારે પોલીસે તેને ઊભો થવા કહ્યું ત્યારે તેણે નાસભાગ શરૂ કરી દીધી, જે દર્શાવે છે કે તે નશામાં હતો. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે તે નેપાળનો રહેવાસી છે અને તેનું નામ અમર બહાદુર છે. અમર બહાદુરની ઉપરથી આખી ટ્રેન દોડી ગઈ હતી, રેલવે પોલીસ પણ તેને જીવતો અને સારી સ્થિતિમાં જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. આ વ્યક્તિનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
વિડીયો વાયરલ થયો
વીડિયોમાં જોઈ શકાય છે કે રાતના અંધારામાં રેલવે પોલીસના જવાનો વ્યક્તિની શોધખોળ કરતા તે સ્થળે પહોંચી ગયા છે જ્યાં ઘટનાની જાણ થઈ હતી. વીડિયોમાં સંભળાય છે કે પોલીસ કર્મચારીઓ તેની પૂછપરછ કરી રહ્યા છે અને તેને ઉઠવા માટે કહી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસકર્મીઓએ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કર્યો છે.
વીડિયો જોયા પછી એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે આ વ્યક્તિને ખરેખર અદ્ભુત નસીબ મળ્યું છે, આખી ટ્રેન તેના ઉપરથી પસાર થઈ ગઈ અને તે આબાદ બચી ગયો. એકે લખ્યું કે બિચારો પાયલોટ જૂઠો સાબિત થયો. બીજાએ લખ્યું કે તેણે હદ વટાવી દીધી છે, હવે જો તમે તેને કહો કે ટ્રેન તેની ઉપરથી ચાલી ગઈ છે તો તે સહમત નહીં થાય. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે લાગે છે યમરાજા રજા ઉપર ઉતર્યા હશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.