Paris Olympics 2024 : ભારતના મહિલા રેસલર વિનેશ ફોગાટને સિલ્વર મેડલ આપવાની માગની વચ્ચે મોટી અપડેટ સામે આવી છે. આ સમાચારથી હવે વિનેશને સિલ્વર મેડલ મળવાની આશા વધી છે. વાસ્તવમાં સ્પોર્ટ્સ સંબંધિત વિવાદો ઉકેલતી CAS કોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે સવાલ પૂછ્યો છે. જેમાં CAS કોર્ટે વિનેશ ફોગાટને 3 સવાલ પૂછી જવાબ ઇમેઇલમાં મોકલવા જણાવ્યું છે. નોંધનિય છે કે, વિનેશ ફોગાટ ગોલ્ડ માટે મેચ જીતે તે પહેલા તેમને અયોગ્ય જાહેર કરાયા હતા.
ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક્સ 2024ની મહિલા 50 કિગ્રા કુસ્તીની ફાઈનલ પહેલા વધુ વજન હોવાના કારણે બુધવારે ઓલિમ્પિકમાંથી અયોગ્ય ઠેરવવામાં આવી હતી. જે બાદમાં હવે તેમને સિલ્વર મેડલ મળશે કે નહીં તે અંગે પણ અનેક તર્ક-વિતર્કની વચ્ચે વિનેશ ફોગાટ કેસની સુનાવણી 9 ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ હતી. હવે આ કેસનો ફેંસલો 11 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યો છે અને આજે રાત્રે 9.30 કલાકે આવશે. CASના એડહોક ડિવીઝન આ અંગેનો નિર્ણય આપવામાં વધુ સમય લીધો છે. સામાન્ય રીતે એડ-હોક પેનલ તેનો ચુકાદો આપવા માટે 24 કલાકનો સમય લેતી હોય છે. પંરતુ આ કિસ્સામાં થોડા કલાકો વધુ લીધા છે.
રેસલર વિનેશ ફોગાટની સુનાવણી અંગે પૂછાયા 3 સવાલ
વિગતો મુજબ રેસલર વિનેશ ફોગાટની સુનાવણી અંગે 3 સવાલ પૂછાયા છે. જેમાં વિનેશને 3 સવાલના જવાબ ઇમેલમાં મોકલવા જણાવાયું છે. આ સવાલોની વાત કરીતો 1. મેચના આગલા દિવસે વજન નોંધાવવાના નિયમની શું વિનેશને માહિતી હતી?, 2. ‘શું ક્યુબાની રેસલર તમારી સાથે સિલ્વર મેડલ શેર કરી શકશે? અને ‘તમારી અપીલનો સાર્વજનિક જવાબ જોઇએ કે ગોપનિય રીતે તમને જવાબ જણાવી દઇએ? સ્પોર્ટ્સ સંબંધિત વિવાદ ઉકેલતી CAS કોર્ટે 3 સવાલનો જવાબ આપવા વિનેશને જણાવ્યું છે.
CAS શું કામ કરે છે?
કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)એ દુનિયાભરની રમતગમત માટે બનાવવામાં આવેલ એક સ્વતંત્ર સંસ્થા છે. જેનું કામ રમતગમતને લગતા તમામ કાનૂની વિવાદોનું સમાધાન કરવાનું છે. 1984માં સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય સંસ્થા આર્બિટ્રેશન રમત સંબંધિત વિવાદોને ઉકેલવાનું કામ કરે છે. જેનું મુખ્ય મથક સ્વિટ્ઝર્લૅન્ડના છે અને જેની અદાલત ન્યુયોર્ક સિટી, સિડની અને લૉજેનમાં આવેલી છે. વર્તમાનમાં ઓલિમ્પિક યજમાન શહેરોમાં પણ અસ્થાયી અદાલત સ્થાપવામાં આવી છે.
IOA વતી પી.ટી. ઉષાએ વકીલોનો આભાર માન્યો હતો
સુનાવણી પહેલા તમામ પક્ષકારોને તેમની વિગતવાર કાનૂની દલીલો કરવાની અને પછી મૌખિક દલીલો કરવાની તક આપવામાં આવી હતી. IOAના પ્રમુખ ડૉ. પી.ટી. ઉષાએ IOAવતી દલીલો રજૂ કરવામાં મદદ કરવા બદલ વરિષ્ઠ વકીલો હરીશ સાલ્વે અને વિદુષ્પત સિંઘાનિયા તેમજ સ્પોર્ટ્સ લીગલ ટીમનો આભાર માન્યો હતો.
વિનેશને ગેરલાયક ઠેરવવામાં આવી હતી
ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક્સ 2024ની મહિલા 50 કિગ્રા કુસ્તીની ફાઈનલ પહેલા વધુ વજન હોવાના કારણે બુધવારે ઓલિમ્પિકમાંથી અયોગ્ય ઠેરવવામાં આવી હતી. વિનેશે ઓલિમ્પિક ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બનીને ઇતિહાસ રચ્યો હતો. સવાર સુધી એવું લાગતું હતું કે તે ગોલ્ડ નહી તો સિલ્વર મેડલ તો ફાઈનલ જીતશે, પરંતુ તેનું વજન 100 ગ્રામ વધુ હોવાથી તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. ત્યારે 29 વર્ષીય વિનેશને ખેલગાંવના પોલી ક્લિનિકમાં લઈ જવામાં આવી હતી કારણ કે તેના શરીરમાં પાણીની કમ થઈ ગઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.