આજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં તિરંગા યાત્રાનાં આયોજન અંગે ચર્ચા કરવામાં આવશે.
આજે ગાંધીનગરમાં ભુપેન્દ્ર પટેલ કેબિનેટની મહત્વની બેઠક યોજાનાર છે.કેબિનેટ બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ઘેડ તેમજ દ્વારકા પંથકમાં અતિભારે વરાસાદ અને પાક નિષ્ફળ ગયો હોવાથી ખેડૂતો પાર સર્વેની માગ કરી રહ્યા છે. તેવામાં પાક સરવે પર કેબિનેટમાં સમીક્ષા થવાની શક્યતા છે.

વિધાનસભામાં બિલ અંગે ચર્ચા કરાશે
બીજી બાજુ વિધાનસભામાં આવનારા સમયમાં રજૂ થનારા બિલ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત આવનારા સ્વતંત્રતા પર્વની ઉજવણી અને રાજ્યભરમાં તિરંગા યાત્રા સંદર્ભે પણ ચર્ચા થવાની શક્યતા છે.
ભાજપ દ્વારા તિરંગા યાત્રાનુ આયોજન
આજે અમદાવાદમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ આવશે. તેમજ તેઓ ત્રિરંગા યાત્રામાં ભાગ લેશે. તેમજ સાંજે અમદાવાદમાં ભાજપ દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.