Kangana Ranaut Political Career: હિમાચલ પ્રદેશના મંડી લોકસભા સીટથી સાંસદ કંગના રણૌત માટે હવે પડકાર વધારે છે કારણ કે તે ફિલ્મો અને પોતાના પોલિટિકલ કરિયરની વચ્ચે સંતુલન વધારવાનો પ્રયત્ન કરી રહી છે.
કંગના રણૌત એક્ટ્રેસથી નેતા બની ગઈ છે. હિમાચલ પ્રદેશના મંડીથી સાંસદ બનેલી કંગના રાજનીતિની દુનિયામાં આવી ચુકી છે. સાંસદ બન્યા બાદ તેને સમજ આવવા લાગ્યું છે કે પોતાના ફિલ્મ કરિયરની સાથે પોતાની રાજનૈતિક જવાબદારીઓને બેલેન્સ કરવું એક મોટો પડકાર છે.
કંગના ઈન્ડસ્ટ્રીમાં ઘણી હિટ ફિલ્મો માટે ફેમસ છે. પરંતુ છેલ્લા થોડા સમયથી તે એક હિટ ફિલ્મ મેળવવા માટે તરસી ગઈ છે. જોકે તેણે હાલમાં જ પોતાની ડબલ જવાબદારીઓમાં આવનારી મુશ્કેલીઓ વિશે ખુલીને વાત કરી.
રાજનીતિના કારણે એક્ટિંગ કરિયર પર પડી રહી છે અસર
હિમાચલમાં કુદરતી આફતોના કારણે કંગના પોતાની રાજનૈતિક જવાબદારીઓ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કામમાં બેલેન્સ બનાવી રહી છે. કારણ કે તેના કારણે શેડ્યુલ વધારે ટાઈટ થઈ ગયું છે. કંગનાએ માન્યું કે રાજનીતિના કારણે કંગનાના ફિલ્મી કરિયર પર અસર પડી રહી છે.
કારણ કે તેમણે આ વાતને માની છે કે તેમના પ્રોજેક્ટ્સ પ્રભાવિત થઈ રહ્યા છે. તેમણે ઈન્ટરવ્યૂમાં કહ્યું, “મારી ફિલ્મો અને કામ પ્રભાવિત થઈ રહ્યું છે. મારા પ્રોજેક્ટ્સને રાહ જોવી પડી રહી છે. હું પોતાનું શૂટિંગ નથી કરી શકતી.”
બન્ને જવાબદારીઓને નિભાવવા તૈયાર છે કંગના
રાજનીતિ અને એક્ટિંગ કંગનાની પાસે બે મોટી જવાબદારીઓ છે. પરંતુ તેના બાદ પણ તે બન્ને પ્રકારના રસ્તા પર ચાલવા માટે તૈયાર છે. એક્ટ્રેસે જણાવ્યું કે હું બન્ને કામો માટે સંપૂર્ણ રીતે તૈયાર છું. અને જે વસ્તુને મારી વધારે જરૂર હશે અને જે વસ્તુ વધારે એન્ગેજ કરશે છેલ્લે હું એજ રસ્તો પસંદ કરીશ. પરંતુ હાલ તો મારા જીવનમાં ઘણુ બધુ થઈ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.