Gandhinagar Accident News: ગાંધીનગરના સાબરમતી નદીના દશામાની મૂર્તિ પધરાવવા જતાં ત્રણના લોકોના મોત થયા છે. આ દુર્ઘટના ગાંધીનગરમાં સેક્ટર 30 નજીક સાબરમતી નદીમાં દશામાંની મૂર્તિ પઘરાવવા દરમ્યાન ઘટી હતી. મળતી માહિતી મુજબ સંતુલન ગુમાવતા એક વ્યક્તિ નદીના પડ્યો હતો. જેને બચાવવા માટે પાંચ લોકોએ પ્રયાસ કર્યા હતા. જેમાંથી બે લોકોને સ્થાનિકોએ બચાવી લીધા હતા. જ્યારે અન્ય ત્રણના ડૂબી જવાથી મોત થયા હતા. જેની બાદ ગાંધીનગર(Gandhinagar Accident News) ફાયર બ્રિગેડની ટીમે એક બાળકી, મહિલા અને પુરુષની લાશ બહાર કાઢી હતી.
કિશોરી ઊંડા પાણીમાં ગરકાવ થઈ
ગાંધીનગરના સેક્ટર – 30 સાબરમતી નદીમાં અમદાવાદથી ટેમ્પામાં મૂર્તિ પધરાવવા માટે આવેલા એક પરિવારની બાર વર્ષની પૂનમ પ્રજાપતિ નામની કિશોરી ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જેને બચાવવા એક પછી એક ચાર લોકોએ પાણીમાં કૂદી શોધખોળ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે પૈકી અજય વણઝારા અને ભારતીબેન પ્રજાપતિ પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. જ્યારે અન્ય બે વ્યક્તિને સ્થાનિકોએ બચાવી લીધા હતા.
ત્રણેયના મૃતદેહ મળ્યા
આ અંગેની જાણ મનપા ફાયર વિભાગ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ડૂબેલા લોકોની શોધખોળ શરૂ કરી હતી. જેમાં શોધખોળ બાદ અજયભાઈ વણજારા (ઉં.વ 30), ભારતીબેન પ્રજાપતિ (ઉં.વ 34), પૂનમબેન પ્રજાપતિ (ઉં.વ 12)ના મૃતદેહ મળી આવ્યા હતા.
પરિવારમાં શોક અને આક્રંદનો માહોલ
ખુશીના પ્રસંગે અચાનક ગોઝારી ઘટના બનાતા સ્નેહીજનો અને ત્યાં આવેલા તમામ લોકોમાં નિરાશા છવાઇ ગઇ હતી. આ સમાચાર સાંભળતા ડૂબી ગયેલા લોકોના પરિવારમાં શોક અને આક્રંદનો માહોલ છવાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.