એડિનબર્ગ યુનિવર્સિટીના એક રિસર્ચ મુજબ પેરાસિટામોલ લીવરને નુકસાન પહોંચાડી શકે છે. પેરાસીટામોલનો ઓવરડોઝ મૃત્યુનું કારણ બની શકે છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં પેરાસિટામોલના ઓવરડોઝને કારણે 227 લોકોના મોતની વાત સામે આવી છે.
1. નિષ્ફળતાના અડધાથી વધુ કેસો
2020 ના અભ્યાસમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં લીવર નિષ્ફળતાના અડધાથી વધુ કેસોમાં પેરાસિટામોલનો રોલ હોવાનું જાણવા મળ્યું છે. પેરાસીટામોલનું સેવન ગોળીઓના રૂપમાં અને બાળકો માટે પ્રવાહી સ્વરૂપમાં થાય છે. તેને એસિટામિનોફેન તરીકે પણ ઓળખવામાં આવે છે
2. દવાથી નુકશાન
હવે સવાલ એ ઊભો થાય છે કે તાવ, દુખાવો, માથાનો દુખાવો, ઉબકા, બેચેની અને શરીરની બીજી અનેક સમસ્યાઓને દૂર કરતી આ દવા લીવરને કેવી રીતે નુકસાન પહોંચાડે છે. ચાલો જાણીએ કે પેરાસિટામોલ લીવરને કેવી રીતે નુકસાન પહોંચાડે છે અને તેનો સુરક્ષિત ઉપયોગ કેવી રીતે કરી શકાય
3. પેરાસીટામોલ લીવરને કેવી રીતે નુકસાન કરે છે?
હાર્વર્ડ હેલ્થ પબ્લિશિંગ પર ઉપલબ્ધ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વધુ પડતા એસિટામિનોફેન લેવાથી લીવરને નુકસાન થઈ શકે છે. કેટલીકવાર એસિટામિનોફેન અથવા પેરાસિટામોલનો ઓવરડોઝ પણ લીવર ટ્રાન્સપ્લાન્ટ અથવા મૃત્યુનું કારણ બને છે.
4. લીવર માટે ટોક્સિન
હાર્વર્ડ હેલ્થ પબ્લિશિંગના એક અહેવાલ મુજબ, શરીર આ દવાના સામાન્ય ડોઝમાં મોટાભાગના એસિટામિનોફેનને તોડી નાખે છે અને તેને પેશાબ દ્વારા શરીરમાંથી દૂર પણ કરે છે. પરંતુ કેટલીક દવાઓ આડઅસરમાં પરિવર્તિત થાય છે જે લીવર માટે ટોક્સિન હોય છે. તમે પેરાસીટામોલનું એક સાથે ઘણા દિવસો સુધી વધુ પડતુ સેવન કરો છો, તો શરીર તેને હેન્ડલ કરવામાં અસમર્થ છે અને શરીરમાં વધુ ટોક્સિન એકઠા થવા લાગે છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી છે.
5. સુરક્ષિત સીમા?
WHO અનુસાર પેરાસિટામોલની મર્યાદિત માત્રા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. એક પુખ્ત વ્યક્તિએ એક માત્રામાં 1,000 મિલિગ્રામ પેરાસિટામોલથી વધુ અને દરરોજ 4,000 મિલિગ્રામથી વધુ ન લેવું જોઈએ. પેરાસીટામોલની સામાન્ય માત્રા શરીરના વજનના કિલોગ્રામ દીઠ 15 મિલિગ્રામ છે. જે લોકોને લીવરની સમસ્યા હોય તેઓ પેરાસીટામોલની માત્રા ઘટાડી શકે છે.
6. બાળકો માટે ઉપયોગ કેવી રીતે કરવો?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ બાળકો માટે પેરાસિટામોલનો ઉપયોગ ત્યારે જ કરો જ્યારે તેમના શરીરનું તાપમાન 101.3 ડિગ્રી ફેરનહીટથી ઉપર જાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.