1. 78માં સ્વતંત્રતા દિવસ ઉજવણી
દેશ આજે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આપણે ત્યાં ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત નડીયાદ ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ સાથે આજે રાજ્યના અનેક મંદિરોમાં ભગવાનને પણ તિરંગાનો દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો છે
2. કષ્ટભંજન હનુમાનજીના મંદિરે તિરંગાનો દિવ્ય શૃંગાર
સારંગપુર ખાતે આવેલ કષ્ટભંજન હનુમાનજીના મંદિરે આજે તિરંગાનો દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો છે. પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજીના મંદિરે પણ આજે લોકોએ મોટી સંખ્યામાં દર્શન કર્યા હતા.
3. હનુમાનજીને તિરંગાનો દિવ્ય શૃંગાર
બોટાદ જિલ્લામાં આવેલ સારંગપુર ખાતે આવેલ કષ્ટભંજન હનુમાનજીના મંદિરે આજે વહેલી સવારથી ભક્તોની ભીડ હતી. આજે આજે સ્વતંત્રતા દિવસને લઈ અહીં હનુમાનજીને તિરંગાનો દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો.
4. સોમનાથ મંદિરમાં શિવલિંગ પર તિરંગાનો શણગાર
સોમનાથ મહાદેવ મંદીરે પણ આજે 78માં સ્વતંત્રતા દિવસને લઈ ભગવાન ભોળાનાથને તિરંગાની શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરી સોમનાથ મંદિરમાં શિવલિંગ પર તિરંગાનો શણગાર જોવા મળ્યો હતો.
5. ઉજ્જૈન મહાકાલ મંદિર પણ સ્વતંત્રતા પર્વના રંગમાં રંગાયું
આ સાથે વિશ્વ પ્રસિદ્ધ ઉજ્જૈન મહાકાલ મંદિર પણ સ્વતંત્રતા પર્વના રંગમાં રંગાયું હતું. વિગતો મુજબ મહાકાલ બાબાને ત્યાં તિરંગાનો દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો.
6. યાત્રાધામ શામળાજી દેશ ભક્તિના રંગે રંગાયું
78માં સ્વતંત્રતા દિવસ ઉજવણી યાત્રાધામ શામળાજી દેશ ભક્તિના રંગે રંગાયું છે. આજે ભગવાન શામળિયાના મંદિરમાં પણ તિરંગાનો શણગાર કરાયો છે. ભગવાનની આસપાસ તેમજ પિછવાઈમાં તિરંગાનો શણગાર કરવામાં આવતા ભક્તોએ ભગવાનના દર્શન સાથે દેશ ભક્તિની અનુભૂતિ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.