ભારતીય લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ ‘કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન ટુ’માં બાકીની પાંચ મેચો અને વન-ડે કપની અંતિમ મેચો રમવા માટે નોર્થમ્પટનશાયર સાથે જોડાયો છે.
ભારતીય લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ ‘કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન ટુ’માં બાકીની પાંચ મેચો અને વન-ડે કપની અંતિમ મેચો રમવા માટે નોર્થમ્પટનશાયર સાથે જોડાયો છે. 34 વર્ષીય ચહલે ભારત માટે અત્યાર સુધીમાં 72 ODI અને 80 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે અને બંને ફોર્મેટમાં 217 વિકેટ લીધી છે. તેણે ભારત માટે એક પણ ટેસ્ટ મેચ રમી નથી. તે લગભગ એક વર્ષથી ટીમ ઈન્ડિયા તરફથી રમ્યો નથી.
નોર્થમ્પ્ટનશાયરએ તેની વેબસાઈટ પર જણાવ્યું હતું કે ભારતના T20 વર્લ્ડ કપ વિજેતા અભિયાનમાં ભૂમિકા ભજવનાર ચહલ કેન્ટ સામેની મેચ માટે કેન્ટરબરીના પ્રવાસ પહેલા બુધવારે ટીમ સાથે જોડાશે. નોર્થમ્પટનશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ એ જાહેરાત કરતા આનંદ અનુભવે છે કે ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ કેન્ટમાં રમાનારી અંતિમ ODI કપ મેચ અને બાકીની પાંચ કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચો માટે ક્લબ સાથે જોડાશે,” નોર્થમ્પટનશાયરએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
નોર્થમ્પટનશાયર હાલમાં સાત ડ્રો અને બે હાર સાથે આઠ ટીમના કાઉન્ટી ડિવિઝન 2 ટેબલમાં સાતમા સ્થાને છે. ODI કપમાં પણ, ક્લબ અત્યાર સુધી એક જીત અને છ હાર સાથે ટેબલમાં આઠમા સ્થાને છે. તમને જણાવી દઈએ કે યુઝવેન્દ્ર ચહલે ભારત માટે અત્યાર સુધીમાં કુલ 72 ODI અને 80 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન ચહલે અનુક્રમે 121 અને 96 વિકેટ લીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.