2015થી અનિલ મારૂને કાયમી કરાયો હતો. ભુજ પંથકના મોટા માથાઓને ઇશારે ભરતી કરાઇ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
રાજકોટના લાંચિયા ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂને લઇ ઘટસ્ફોટ થયો છે. અનિલની ભરતી ગેરકાયદેસર રીતે થઇ હોવાનો ખુલાસો થયો છે. માત્ર 12 પાસ અનિલ મારૂ ક્લાસ 1 ઓફિસર બની ગયો હતો. ભરતી સમયે અનિલ મારૂની ઉંમર 25ની જગ્યાએ 22 વર્ષ હોવા છતાં ભરતી કરાઇ હતી.
ભાઇ-ભાભી પણ આવી ACBના સંકજામાં
અત્રે ઉલ્લેખનીય છે કે, 2015થી અનિલ મારૂને કાયમી કરાયો હતો. ભુજ પંથકના મોટા માથાઓને ઇશારે ભરતી કરાઇ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અનિલ મરૂના ભાઇ-ભાભી પણ ACBના સંકજામાં આવી ચૂક્યા છે. રાજકોટ TRP અગ્નિકાંડ બાદ મારૂની રાજકોટમાં બદલી કરાઇ હતી
સરકારને તપાસ સોંપવા છતાં રાજકોટ ખાતે કરાઇ બદલી
જો કે 3 જૂન 2024ના રોજ ભુજ ઓડિટ વિભાગે અનિલ મારૂની શંકાસ્પદ ભરતીની માહિતી સરકારને આપી હતી. ભરતી પ્રક્રિયા અને પ્રમોશન બાબતે તપાસ કરવા સરકારને પત્ર લખ્યો હતો. આમ છતાં સરકારે તેની બદલી રાજકોટ કરી હતી. અનિલ મારૂને લઇને એક પછી એક મોટા ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે સરકારે જાણ હોવા છતાં આંખ આડા કાન કર્યા હોવાનું જણાઇ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.