સુરતમાં તિરંગા યાત્રામાંથી પર ફરી રહેલ યુવકનું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું હતું. ત્યારે 25 વર્ષીય યુવાનનું વિશ્વ અંગદાન દિવસનાં રોજ પરિવારજનો દ્વારા અંગદાન કરવામાં આવતા પાંચ લોકોને જીવન દાન મળ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ પાટણના વતની અને ધંધાર્થે સુરત સેટ થયેલ પરિવારનો યુવક રજની અશ્વિનભાઈ પટેલ તેનાં પરિવાર સાથે સુરતનાં પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ ઋષિ વિહાર ટાઉનશીપ ખાતે રહેતો હતો. જે યુવક ગત રોજ સુરત ખાતે આયોજન કરાયેલ તિરંગા યાત્રામાં ભાગ લેવા ગયો હતો. તિરંગા યાત્રા પૂર્ણ થયા બાદ યુવક ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમ્યાન યુવકને અકસ્માત નડતા યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેને ર્ડાક્ટરો દ્વારા બ્રેન્ડેડ જાહેર કરાયો હતો. જે બાદ પરિવારજનો દ્વારા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન મારફત અંગદાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે યુવક નોકરી કરી પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવતો હતો.પરિવારમાં માતા-પિતા અને એક મોટો ભાઈ છે.
યુવકને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
તા. 11 ઓગસ્ટનાં રોજ સુરત ખાતે તિરંગા યાત્રામાં ભાગ લેવા બંને ભાઈઓ ગયા હતા. જે બાદ તેઓ પરત ઘરે ફરી રહ્યા હતા. તે સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે યુવકનાં બાઈકને જોરદાર ટક્કર મારતા યુવક ફંગોળાઈ જતા બાઈક સ્લીપ ખાઈ જતા બંને ભાઈઓ રોડ પર પટકાયા હતા. જેમાં રજનીભાઈને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ થતા તેનો તાત્કાલીક 108 મારફત સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
બે દિવસની સારવાર બાદ યુવકને બ્રેઈન ડેડ જાહેર બેકરાયા
સુરત સિવિલ હોસ્પિટલમાં રજનીભાઈને પ્રાથમિક સારવાર અપાયા બાદ તેઓને વધુ સારવાર અર્થે યુનિટી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં રજનીભાઈની હાલત ગંભીર જણાતા તેઓને તાત્કાલીક આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તબીબ દ્વારા તેઓની સારવાર શરૂ કરવામાં આવી હતી. બે દિવસની સારવાર બાદ ફરજ પરનાં તબીબી દ્વારા રજનીભાઈને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા. જે બાદ યુવકનાં પરિવારજનો દ્વારા યુવકનાં ઓર્ગેન દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે બાદ પરિવારજનો દ્વારા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ્રનાં પી.એમ. ગોંડલીયા, વિપુલ તળાવિયા, ર્ડા. નિલેશ કાછડીયાનો સંપર્ક કર્યો હતો.
તમામ ઓર્ગેન સમયસર પહોંચે તે માટે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો
આ બાબતે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, યુનિટી હોસ્પિટલ તથા રજનીભાઈનાં પરિવાર દ્વારા અંગદાનનો નિર્ણય કરી સમાજમા સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. રજનીભાઈનાં પરિવારજનો દ્વારા અંગલાન સંકલ્પ દ્વારા હદય,, લંગ્સ, લીવર અને બંને કીડનીઓ દાન કરી હતી. જેથી અન્ય પાંચ લોકોને જીવનદાન મળ્યું હતું. જે બાદ અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં હદય, મેદાન્તા હોસ્પિટલ દિલ્હી દ્વારા લંગ્સ અને એપોલો હોસ્પિટલ અમદાવાદ દ્વારા લીવર અને બંને કીડનીનું દાન કરવામાં આવ્યું હતું.
આ તમામ ઓર્ગન સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે તે માટે ગુજરાત પોલીસ દ્વારા યુનિટી હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી બે ગ્રીન કોરીડોર અને યુનિટી હોસ્પિટલથી અમદાવાદ 278 કિમીનો 1 ગ્રીન કોરીડોર બનાવીને સમયસર તમામ ઓર્ગન હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.