IMA Strike On Kolkata Rape Case : કોલકાતા મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા મુદ્દે દેશભરમાં આક્રોશ… આજે IMAની દેશવ્યાપી હડતાળ… ગુજરાતમાં પણ ઈમરજન્સી સિવાય તમામ તબીબી સેવા રહેશે બંધ.
કોલકાતામાં રેસિડન્ટ ડૉક્ટર પર થયેલા પીશાચી બળાત્કારની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા છે. હવે ગુજરાતનો ડૉક્ટરો પણ આ દેશવ્યાપી હડતાળમાં જોડાયા છે. મહત્વનું છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને જુનિયર ડૉક્ટરોએ ગઈકાલે પર વિશાળ રેલી યોજી હતી. હોસ્ટેલ કેન્ટીનથી કોલેજ સુધી રેલી કાઢી ડૉક્ટરોએ સુત્રોચ્ચાર સાથે ન્યાયની માંગ કરી હતી. જોકે, બીજી તરફ ડોક્ટરોની હડતાળ વચ્ચે સુરત સિવિલમાં દર્દીઓની લાઈન લાગી છે. તો વડોદરામાં વિરોધ પ્રદર્શન કરવા તબીબો એકઠા થયા છે.
કોલકાતાના ડૉક્ટર પર દુષ્કર્મ બાદ હત્યાનો મામલો દેશભરમા ગુંજી રહ્યો છે. ત્યારે કોલકાતા પીશાચી દુષ્કર્મના પડઘા ગુજરાતમાં પડ્યા છે. ગુજરાતના ડૉક્ટરો પણ આજથી હડતાળમાં જોડાશે. આ કારણે ગુજરાતભરની હોસ્પિટલોમાં OPD અને વોર્ડ સર્વિસ બંધ રહેશે. અનિશ્ચિત કાળ સુધી ડૉક્ટરો સેવાથી અળગા રહેશે. જોકે, હોસ્પિટલોમાં માત્ર ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે.
હોસ્પિટલની બહાર દર્દીઓની લાઈન
તબીબોની હડતાળને પગલે સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે આવેલા દર્દીઓ અટવાયા છે. અમદાવાદમાં ડોકટરોની હડતાલની અસર દર્દીઓ ઉપર જોવા મળી. વહેલી સવારે સિવિલ હોસ્પીટલની OPD ની બહાર દર્દીઓનું લાંબી લાઈન થઈ. જો કે તપાસ કરવા દરેક OPD માં પ્રોફેસર અને વૈકલ્પિક સ્ટાફ સિવાય કોઈ નથી. અંદાજિત 300 થી 350 રેસીડેન્સલ ડોક્ટર હડતાલ ઉપર છે.
કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે બનેલી દુઃખદ ઘટનાનો મામલે આજે ગુજરાતભરના ડોક્ટર હડતાળ પર ઉતરી ગયા છે. તમામ રેસિડેન્ટ ડોક્ટર હડતાલ ઉપર છે. તેઓએ મહિલા ડોક્ટરને ન્યાય મળે તેવી માંગણી કરી છે. જેથી અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં આજે રેસિડન્ટ ડોક્ટર OPD અટેન્ડ નહી કરે. જો કે ઇમર્જન્સી વિભાગમાં ડોક્ટર હાજર રહેશે. સિવિલ હોસ્પિટલમાં રોજની 3500 જેટલી OPD ચાલે છે. તેથી વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા પ્રશાસનની તૈયારીઓ ચાલી રહી છે. રજા ઉપર ઉતરેલા તમામ સ્ટાફની રજા કેન્સલ કરવામાં આવી છે. તાત્કાલિક ફરજ ઉપર હાજર રહેવા આદેશ કરાયા છે. તો જરૂર પડ્યે મેડિકલ ઓફિસરની મદદ લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના 31 વર્ષીય તાલીમાર્થી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાનો મામલો સતત ચર્ચામાં છે. બુધવારે રાત્રે હોસ્પિટલમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી, જે બાદ મામલો વધુ પેચીદો બન્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 19ની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. દરમિયાન, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ 17 ઓગસ્ટથી આગામી 24 કલાક માટે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે.
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના 31 વર્ષીય તાલીમાર્થી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાનો મામલો સતત ચર્ચામાં છે. બુધવારે રાત્રે હોસ્પિટલમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી, જે બાદ મામલો વધુ પેચીદો બન્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 19ની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. દરમિયાન, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ 17 ઓગસ્ટથી આગામી 24 કલાક માટે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે.
આ પહેલા બુધવારે રાત્રે 40 થી 50 લોકોનું ટોળું હોસ્પિટલમાં ઘૂસી ગયું હતું અને તોડફોડ કરી હતી. પુરાવાનો નાશ કરવા માટે આ હુમલો સંપૂર્ણ પ્લાનિંગ સાથે કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. પરંતુ કોલકાતા પોલીસે આ દાવાઓને નકારી કાઢ્યા હતા. આ બાબતે નવીનતમ અપડેટ્સ માટે આ બ્લોગ સાથે જોડાયેલા રહો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.