કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરી ચર્ચામાં છે. રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે અને ગૃહ મંત્રાલયને રાહુલની ભારતીય નાગરિકતા રદ કરવા માટે આદેશ આપવા માંગ કરી છે. આ અરજી પર આવતા સપ્તાહે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ શકે છે.અરજીમાં સુબ્રમણ્યમ સ્વામીનું કહેવું છે કે તેમણે પાંચ વર્ષ પહેલા રાહુલ ગાંધીની નાગરિકતા અંગે ગૃહ મંત્રાલયને ફરિયાદ કરી હતી. હજુ સુધી ગૃહ મંત્રાલયે આ મુદ્દે શું નિર્ણય કે પગલાં લીધાં છે તે સ્પષ્ટ નથી કર્યું?
ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા અંગે દિલ્હી હાઈકોર્ટ પહોચ્યા છે. સુબ્રમણ્યમની અરજી પર આગામી સપ્તાહે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ શકે છે.

કોર્ટે ગૃહ મંત્રાલય પાસેથી તેમના દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહી અંગે સ્ટેટસ રિપોર્ટ માંગવો જોઈએ. રાહુલની નાગરિકતા અંગે માહિતી માંગતી RTI અરજીના જવાબમાં કેન્દ્ર સરકારે કોઈપણ માહિતી શેર કરવાનો ઈન્કાર કરી દીધો હતો. એક વ્યક્તિએ માહિતી અધિકાર એટલે કે RTI હેઠળ કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસે રાહુલની નાગરિકતાના મામલાની માહિતી માંગી હતી. જવાબમાં મંત્રાલયે કહ્યું કે RTI એક્ટની કલમ 8(1)(h) અને (j) હેઠળ કોઈ ખુલાસો કરી શકાતો નથી. માહિતી આપવાથી તપાસ પ્રક્રિયામાં અવરોધ આવશે.
વર્ષો પહેલા રાહુલની નાગરિકતા પર સવાલ ઉઠાવતી સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. તેમાં ગૃહ મંત્રાલયને રાહુલની નાગરિકતાના મામલાની તાત્કાલિક તપાસ કરવા નિર્દેશ આપવા ગુહાર લગાવાઇ હતી. ત્યારે તત્કાલિન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાની હેઠળની બેન્ચે અરજી ફગાવી દીધી હતી.
જસ્ટિસ ગોગોઈએ કહ્યું હતું કે કોઈ કંપની રાહુલ ગાંધીને કોઇ ફોર્મમાં બ્રિટિશ નાગરિક જાહેર કરે છે તેનો અર્થ એ નથી કે તેઓ બ્રિટિશ થઈ ગયા છે. આ વિવાદ પર રાહુલની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ કહ્યું હતું કે આખો દેશ જાણે છે રાહુલનો જન્મ ભારતમાં થયો છે અને તે ભારતીય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.