રોકાણ કરવાનો શુભ સમય, આ રાશિના જાતકોને વિદેશથી મોટા લાભની સંભાવના, જુઓ રાશિ ભવિષ્ય..

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો.

1. આજનું પંચાંગ

20 08 2024 મંગળવાર, માસ શ્રાવણ, પક્ષ વદ, તિથિ એકમ, નક્ષત્ર શતતારા, યોગ અતિગંડ, કરણ બાલવ સવારે 10:14 પછી કૌલવ, રાશિ કુંભ (ગ.સ.શ.ષ.)

2. મેષ (અ.લ.ઈ)

મેષ રાશિના જાતકોને કામકાજમાં પરિસ્થિતિ સુધરતી જણાશે તેમજ નોકરી-ધંધામાં સારી તકો મળશે અને કોઈપણ જાતના વ્યસનોથી દૂર રહેવું, સંતાનો બાબતે સામાન્ય ચિંતા રહેશે

3. વૃષભ (બ.વ.ઉ)

આ રાશિના જાતકોને મકાન-વાહનને લગતા સુખમાં વધારો થશે તેમજ બચત કરી નાણાકીય વ્યય રોકશો અને કુટુંબમાં સામાન્ય સ્વાર્થનો ભાવ જણાશે, કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી.

4. મિથુન (ક.છ.ઘ)

શારીરિક અને માનસિક થાક અનુભવશો અને આર્થિક પરિસ્થિતિ સમતોલ કરી શકશો તેમજ નકારાત્મક વિચારોને મનથી દૂર રાખો, ખાવાપીવામાં કાળજી રાખવી

5. કર્ક (ડ.હ)

અસંતોષની લાગણી રહ્યા કરશે અને આર્થિક પાસુ મજબૂત બનશે તેમજ સ્નેહી સ્વજનોની મુલાકાત પ્રસન્નતા આપશે અને ગૃહસ્થજીવનમાં સાનુકૂળતા જણાશે,

6. સિંહ (મ.ટ)

સિંહ રાશિના જાતકોને સારા અને સાચા ખર્ચામાં ધન વ્યય થાય તેમજ વિદેશથી મોટા લાભની સંભાવના અને ભાગીદારો સાથે મતભેદ જણાય, ક્રોધ,ચંચળતા ઉપર સંયમ રાખવો

7. કન્યા (પ.ઠ.ણ)

આ રાશિના જાતકોને આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે તેમજ દામ્પત્ય જીવનમાં શાંતિ જણાશે અને આપના પ્રભાવ અને વર્ચસ્વમાં વધારો થશે, તણાવ અને ટેન્શનથી દૂર રહેવું

8. તુલા (ર.ત)

હરિફાઈવાળા કામમાં વિજય થશે અને કરેલી મહેનત ફળદાયી બનશે તેમજ સાસરાપક્ષથી લાભ મળશે, વ્યર્થ દોડાદોડીથી દૂર રહેવું

9. વૃશ્ચિક (ન.ય)

પારિવારિક જીવન સુખમય રહેશે અને સંતાનોના પ્રશ્નોમાં હળવાશ અનુભવશો તેમજ કામકાજમાં વૃદ્ધિ થશે સાથો સાથ આવકના નવા સાધનો પ્રાપ્ત થશે

10. ધન (ભ.ધ.ફ.ઢ)

ધન રાશિના જાતકોને રોજગારીની નવી તકો મળશે તેમજ કામમાં આનંદની અનુભૂતિ થશે અને ધાર્મિક કામમાં મન લાગશે, મોસાળ પક્ષે લાભ મળશ.

11. મકર (ખ.જ)

ધંધાકીય યોજનાઓ સફળ બનશે અને મોટા ભાઈથી સહયોગ મળશે તેમજ કારણ વગરના વાદ-વિવાદથી બચવું, આર્થિક લાભ સામાન્ય જણાશે

12. કુંભ (ગ.શ.ષ.સ)

આ રાશિના જાતકોને માનસિક સાધારણ પરેશાની રહેશે તેમજ કામકાજમાં નિષ્ફળતાથી બચવું અને ધંધાકીય સફળતામાં અવરોધ જણાશે, આર્થિક બાબતે સામાન્ય પરેશાની રહેશે

13. મીન (દ.ચ.ઝ.થ)

વ્યક્તિગત ઓળખાણ લાભ કરાવશે અને નાના-મોટા રોકાણ કરવામાં સમય શુભ છે તેમજ નોકરી-ધંધામાં ઉન્નતિ જણાશે, તબિયત બાબતે અનુકૂળતા જણાશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.