Kolkata Rape Case Latest News : સુપ્રીમ કોર્ટમાં આજે એક ડોક્ટરની બર્બરતા અને હત્યાના મામલામાં મોટી સુનાવણી હાથ ધરાશે.
Kolkata Rape Case : કોલકાતા રેપ કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં એક ટ્રેઈની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાનો ગુસ્સો અટકવાનો નામ નથી લઈ રહ્યો. ડોક્ટરો સતત તેમની સુરક્ષાની માંગ કરી રહ્યા છે ત્યારે પીડિતાને ન્યાય અપાવવા માટે પણ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં આજે એક ડોક્ટરની બર્બરતા અને હત્યાના મામલામાં મોટી સુનાવણી હાથ ધરાશે. આ મામલામાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે સુઓમોટો કાર્યવાહી કરી છે અને આ કેસને આજે યાદીમાં ટોચ પર રાખ્યો છે.
આ દરમિયાન દિલ્હી મેડિકલ એસોસિએશને એક અરજી દાખલ કરી છે અને તેને સુઓ મોટુ કેસમાં પક્ષકાર બનાવવાની અપીલ કરી છે જ્યારે ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (ફોર્ડા) એ તેના વકીલો દ્વારા સુપ્રીમમાં સુઓમોટો PILમાં હસ્તક્ષેપની અરજી દાખલ કરી છે.
બંગાળના રાજ્યપાલ રાષ્ટ્રપતિને મળશે
આ દરમિયાન પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા માટે દિલ્હી પહોંચ્યા છે. રાજ્યપાલ સવારે 10 વાગ્યાની આસપાસ ગૃહમંત્રી અમિત શાહને તેમના નિવાસસ્થાને મળી શકે છે. તેમણે રાષ્ટ્રપતિને મળવા માટે સમય પણ માંગ્યો છે. આ પહેલા પશ્ચિમ બંગાળની સ્થિતિ અંગે રાજ્યપાલે કહ્યું હતું કે, રાજ્યમાં લોકશાહી ઘટી રહી છે અને રાજ્ય હવે મહિલાઓ માટે સુરક્ષિત નથી. રાજ્ય સરકાર આ મુદ્દે સંવેદનહીન છે. તેમણે કહ્યું કે, તે આ રીતે નહીં ચાલે અને તમામ બંધારણીય વિકલ્પો તેમની સામે ખુલ્લા છે.
આ મામલામાં કાયદાકીય અને રાજકીય ગરબડની સાથે વિરોધ પણ ચાલી રહ્યો છે. કોલકાતામાં પીડિતાના બાળપણના મિત્રએ કાળી રિબન બાંધીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે જ્યારે કોલકાતાની મેડિકલ કોલેજના ડૉક્ટરોએ દિવાલ પર ચિત્રો ચિતરીને પીડિતાના પરિવાર સાથે પોતાનો વિરોધ અને એકતા વ્યક્ત કરી છે.
બંગાળ સરકારે SITની રચના કરી
આ તરફ પશ્ચિમ બંગાળ સરકારે RG કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં કથિત નાણાકીય ગેરરીતિઓની તપાસ કરવા માટે IPS ડૉ. પ્રણવ કુમારના નેતૃત્વમાં SITની રચના કરી છે. ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષ સામે આક્ષેપો પ્રકાશમાં આવ્યા બાદ તેની રચના કરવામાં આવી હતી. મુર્શિદાબાદ રેન્જના DIG વકાર રઝા, CID DIG સોમા દાસ મિત્રા અને કોલકાતા પોલીસના DCP ઈન્દિરા મુખર્જી પણ ટીમમાં સામેલ થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.