Gangrape in Punjab: પંજાબના લુધિયાણામાંથી એક એવી ઘટના સામે આવી છે કે તમને વિચારતા કરી મૂકશે. દીકરીના પ્રેમી પાસેથી બદલો લેવા માટે જ પુત્રીના પિતાએ તેના ભાઈ અને પુત્ર સાથે મળીને ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસ હવે ત્રણેય આરોપીઓને શોધી રહી છે
પરિણીત મહિલા પર સામૂહિક બળાત્કાર
એવું કહેવામાં આવી રહ્યું છે કે એક વ્યક્તિએ તેના જ પરિવારના ત્રણ સભ્યો સાથે મળીને એક પરિણીત મહિલા પર ગેંગરેપ કર્યો કારણ કે તે વ્યક્તિની પુત્રી પીડિતાના ભાઈ સાથે ઘરેથી ભાગી ગઈ હતી. આરોપી ઉત્તર પ્રદેશના ગોરખપુરનો રહેવાસી હોવાનું કહેવાય છે, જેની ઓળખ રવિન્દર સિંહ તરીકે થઈ છે. તેના ભાઈ વરિન્દર સિંહ, પુત્ર અમન સિંહ અને અન્ય એક સહયોગી સંતોષ સિંહે મળીને આ ગંભીર અને જઘન્ય અપરાધને અંજામ આપ્યો હતો.
મુખ્ય આરોપી રવિન્દર સિંહની પુત્રીનું પીડિત મહિલાના ભાઈ સાથે અફેર હતું અને બંને તેમના પરિવારની સંમતિ વિના લગ્ન કરવા માંગતા હતા. આરોપી રવિન્દર સિંહ તેની પુત્રીના આ સંબંધનો વિરોધ કરતો હતો. તે પોતાની દીકરીના લગ્ન બીજે કરાવવાની તૈયારી કરી રહ્યો હતો.
દીકરીએ ભાગીને લવ મેરેજ કર્યા
આરોપીની દીકરીને ખબર પડી કે પિતા તેના લગ્ન કરાવવાની તૈયારીઓ કરાવી રહ્યાં છે તો તે પ્રેમી સાથે ઘરેથી ભાગી ગઈ હતી અને મંદિરમાં જઈને પ્રેમ લગ્ન કર્યા હતા. દરમિયાન જ્યારે આરોપી રવિન્દરને તેની પુત્રી તેના પ્રેમી સાથે ભાગી જવાની માહિતી મળી, ત્યારે તે તેના પુત્ર અને ભાઈ સાથે તેની પુત્રીની શોધમાં પીડિતાના ઘરે પહોંચ્યો. જ્યારે તેને તેની પુત્રી વિશે કંઈ ખબર ન હતી, ત્યારે તેણે બદલો લેવા માટે પીડિતા પર સામૂહિક બળાત્કાર કર્યો હતો.
પીડિત મહિલા ઘરે એકલી જ હતી
જ્યારે આરોપી અને તેનો પુત્ર અને ભાઈ પીડિતાના ઘરે પહોંચ્યા તો તે સમયે તે ઘરમાં એકલી હતી. તેના બાળકો સૂતા હતા. આરોપીએ તેણીને રૂમમાં બંધ કરી દીધી અને પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી તેના પર બળાત્કાર ગુજાર્યો. આ પછી યુવતીના ભાઈ અને કાકાએ પણ એક પછી એક મહિલા સાથે કાળુ કામ કર્યું. એટલું જ નહિ. મહિલા પર બળાત્કાર કરતી વખતે ત્રણેય આરોપીઓએ ત્રણ અલગ-અલગ મોબાઈલ ફોન પર તેનો વીડિયો બનાવ્યા હતા.
બળાત્કાર દરમિયાન ત્રણેયએ વીડિયો બનાવ્યો હતો
મહિલાના કહેવા પ્રમાણે, તેણીએ ઘણી ચીસો પાડી પરંતુ અત્યાચારીઓ શાંત ન થયા અને ન તો પડોશમાં કોઈએ તેનો અવાજ સાંભળ્યો. આ પછી ત્રણેય જણાએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર દરમિયાન ત્રણેય મોબાઈલમાં વીડિયો બનાવતા હતા. ત્યાંથી જતા પહેલા ત્રણેય જણાએ તેને ધમકી આપી હતી કે જો તે તેના પતિને આ અંગે કંઈ કહેશે તો તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે.
ધમકીઓ મળ્યા બાદ પતિને હકિકત કહી…
શરૂઆતમાં પીડિત મહિલા ચૂપ રહી પરંતુ જ્યારે તેને સતત ધમકીઓ મળતી રહી તો એક દિવસ તેણે તેના પતિને આખી હકીકત જણાવી. ત્યારપછી મહિલાનો પતિ ટિબ્બા પોલીસ સ્ટેશન ગયો અને પોલીસમાં ગેંગરેપની ફરિયાદ નોંધાવી. પોલીસના જણાવ્યા અનુસાર, 28 વર્ષીય મહિલાએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે તે અન્ય રાજ્યની છે અને તેના પતિ અને બે બાળકો સાથે લુધિયાણામાં રહે છે. જ્યારે તેનો નાનો ભાઈ લખનૌમાં કાયદાનો અભ્યાસ કરતો હતો. ત્યાં તેની એક યુવતી સાથે મિત્રતા થઈ. આ મિત્રતા તેમના પ્રેમમાં બદલાઈ ગઈ. જો કે, યુવતીના પરિવારજનો યુવતીના આ પ્રેમપ્રકરણને સહન કરી શકતા ન હતા, તેથી તેઓએ પોતાની મરજીથી યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. પછી છોકરા અને છોકરીએ ઘરેથી ભાગીને લગ્ન કરવાનું નક્કી કર્યું અને એક દિવસ બંને ઘરેથી ભાગી ગયા.
ખુલાસો એવો છે કે મહિલાનો ભાઈ લખનૌથી ભાગીને લુધિયાણા આવ્યો હતો. 30 એપ્રિલે બંનેએ લુધિયાણામાં લગ્ન કર્યા હતા અને તેમની સુરક્ષા માટે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટ દ્વારા તેમને સુરક્ષા પણ આપવામાં આવી હતી. પરંતુ મહિલાના ભાઈને ખબર હતી કે છોકરીના પિતા એક દબંગ વ્યક્તિ છે, તેથી તે શોધતા શોધતા અહીં પહોંચી જશે, તેથી તેણે બે દિવસ પછી લુધિયાણા છોડી દીધું.
ત્રીજા દિવસે યુવતીના પિતા રવિન્દર, કાકા વરિન્દર, ભાઈ અમન અને તેમનો મિત્ર સંતોષ સિંહ આવ્યા હતા. મહિલાએ જણાવ્યું કે તેનો પતિ ફેક્ટરીમાં કોન્ટ્રાક્ટર છે અને તે દિવસે તે નાઈટ શિફ્ટ હતો. રાત્રે આ લોકો ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં તેનો પતિ કારખાને ગયો હતો અને તેના બાળકો ઘરમાં સૂતા હતા. ઘરે આવ્યા બાદ આ લોકોએ પહેલા અમને એમની દીકરી વિશે પૂછ્યું અને પછીની 30 મિનિટ સુધી અમારી સાથે ઝઘડો કરતા રહ્યા. વાત કરતી વખતે રવિન્દર અને વરિન્દર બંને પોતાના ભાઈને મારવાની વાત કરી રહ્યા હતા. એ લોકો એ વાત સ્વીકારવા તૈયાર ન હતા કે એનો ભાઈ ત્યાં નથી. જ્યારે મામલો થાળે પડ્યો ત્યારે રવિન્દરે તેના પર હુમલો કર્યો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.