- જ્યારે વરિષ્ઠ પોલીસ અધિકારીએ એસડીએમ પર લાઠીચાર્જ થતો જોયો તો તેમણે જવાનોને તેમનાથી અલગ કરી દીધા. આ દરમ્યાન એસડીએમ સાહેબ પણ ગુસ્સાથી લાલચોળ થઇ ગયા હતા..
પટનામાં ભારત બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે. આ દરમિયાન એક પોલીસકર્મીએ પ્રદર્શનકારીઓને શાંત કરવા આવેલા SDM પર જ લાઠીચાર્જ કરી દીધો હતો. જેના કારણે પોલીસ અને વહીવટીતંત્ર વચ્ચે થોડો સમય અસ્વસ્થતાનો માહોલ સર્જાયો હતો. જ્યારે વરિષ્ઠ પોલીસ અધિકારીએ એસડીએમ પર લાઠીચાર્જ થતો જોયો તો તેમણે જવાનોને તેમનાથી અલગ કરી દીધા. આ દરમ્યાન એસડીએમ સાહેબ પણ ગુસ્સાથી લાલચોળ થઇ ગયા હતા.. ત્યારબાદ પોલીસકર્મીઓએ એસડીએમની માફી માંગી અને કહ્યું કે સાહેબ ભૂલથી થયું છે. જેમના પર લાઠીચાર્જ થયો તે SDMનું નામ શ્રીકાંત કુંડલી ખંડ છે. આ ઘટનાનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

બંધ દરમિયાન ઉપદ્રવ સર્જી રહેલા લોકોને અંકુશમાં લેવા પોલીસે કડકતા દાખવવી પડી હતી. જેના કારણે બજાર બંધ કરાવવા નીકળેલા દેખાવકારોને રોકવા માટે પોલીસ કર્મચારીઓએ લાઠીચાર્જ શરૂ કર્યો હતો. જેના કારણે નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી.
SDM જનરેટર બંધ કરાવી રહ્યા હતા અને કંઇ જોયા જાણ્યા વગર તેમના પર લાઠીચાર્જ
ભારત બંધ દરમિયાન, ડીજે અને ગાડીઓ સાથે ડાક બંગલા ચોક પર પહોંચેલા પ્રદર્શનકારીઓની ભીડને રોકવા માટે પોલીસ કર્મચારીઓએ લાઠીચાર્જનો સહારો લીધો હતો.. દરમિયાન, એક એસડીએમ ઠેલા પર જનરેટર બંધ કરાવી રહ્યા હતા.. .અને કેટલાક પોલીસકર્મીઓએ કંઇપણ જોયા જાણ્યા વગર લાઠીચાર્જ શરૂ કરી દીધો હતો. વીડિયોમાં એસડીએમ સફેદ શર્ટ પહેરેલા જોવા મળે છે. તે ઠેલા પર લોડ જનરેટરને બંધ કરવાની સૂચના આપી રહ્યા હતા, આ દરમિયાન એક પોલીસકર્મીએ તેમને પ્રદર્શનકારી માની તેમના પર લાઠી વરસાવી હતી.
પોલીસ અધિકારીએ તરત જ રોક્યા
આ પછી ત્યાં હાજર વરિષ્ઠ પોલીસ અધિકારીઓ જેઓ એસડીએમને ઓળખી ગયા હતા તેઓએ તરત જ જવાનોને રોક્યા હતા. આ પછી, પોલીસ અધિકારીઓ અને જવાનોએ આ માટે ખેદ વ્યક્ત કર્યો અને કહ્યું કે આ ભૂલથી થયું છે. વીડિયોમાં સૈનિકો માફી માગતા અને ખેદ વ્યક્ત કરતા સાંભળી શકાય છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.