Mumbai Rape Latest News : ઇસમે યુવતી સાથે મુંબઈમાં એક વાર બળાત્કાર કર્યા બાદ યુવતીને ગુજરાતમાં લાવી વધુ ત્રણ વખત તેના પર બળાત્કાર ગુજાર્યો
Mumbai Rape : બદલાપુર અને અકોલા બાદ હવે મુંબઈમાં 13 વર્ષની છોકરીને હવસનો શિકાર બનાવવામાં આવી છે. વાસ્તવમાં મહારાષ્ટ્રમાં ફરી એકવાર બળાત્કારની ઘટના સામે આવી છે. મુંબઈના વાકોલામાં 13 વર્ષની સગીર બાળકી પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. આ પછી વાકોલા પોલીસે 21 વર્ષીય યુવક વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો અને તેની ગોરેગાંવથી ધરપકડ કરી છે. પ્રાથમિક વિગતો મુજબ આ ઇસમે યુવતી સાથે મુંબઈમાં એક વાર બળાત્કાર કર્યા બાદ યુવતીને ગુજરાતમાં લાવી વધુ ત્રણ વખત તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
ગુજરાતમાં ત્રણ વખત બળાત્કાર
મુંબઇના વાંકોલામાં આરોપી અને પીડિતા પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્ર બન્યા હતા ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. આ પછી આરોપી યુવતીને લાલચ આપીને અંધેરી લઈ ગયો જ્યાં તેણે તેની સાથે બળાત્કાર કર્યો. આ પછી 15 ઓગસ્ટના રોજ તે તેણીને ગુજરાત લઈ ગયો હતો. ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે, આરોપીએ ગુજરાતમાં વધુ ત્રણ વખત તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
સોશિયલ મીડિયા પર મિત્રતા થઈ અને પછી….
15 ઓગસ્ટના રોજ જ્યારે યુવતી લાંબા સમય બાદ ઘરે પરત ન આવી ત્યારે પરિવારના સભ્યોએ તેની શોધખોળ શરૂ કરી હતી પરંતુ કંઈ મળ્યું ન હતું. થોડા દિવસો પછી છોકરી જાતે જ ઘરે પાછી ફરી અને જ્યારે પરિવારે તેની પૂછપરછ કરી તો તેણે આ ઘટનાનો ખુલાસો કર્યો. આરોપીને ઓળખવા માટે પીડિતાએ ઈન્સ્ટાગ્રામ પરથી તેનો ફોટો તેના પરિવારને બતાવ્યો.
આ તરફ છોકરાની ઓળખ કર્યા પછી પરિવારના સભ્યો પીડિતાને નજીકના વાકોલા પોલીસ સ્ટેશન લઈ ગયા અને પોલીસને ઘટના વિશે જાણ કરી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટની કલમ 4, 8 અને 12 હેઠળ કેસ નોંધીને તેની ધરપકડ કરી છે. વિગતો મુજબ આરોપી હોટલમાં કામ કરે છે અને ગોરેગાંવમાં રહે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.