રાજ્યમાં સરકારી કર્મચારીઓના ગુમ થવાના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગરમાં હોસ્પિટલમાંથી તબીબો ગુમ થતા જોવા મળ્યા છે.
સુરેન્દ્રનગરમાં ગુમ શિક્ષકો બાદ સરકારી હોસ્પિટલમાંથી તબીબો પણ ગુમ થયા હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. જેમાં શહેરની મુખ્ય સિવિલ હોસ્પિટલના 8 તબીબો ગુમ થયા છે. તબીબોની આ બેદરકારીનો ભોગ દર્દીઓ બની રહ્યા છે.

મળતી માહિતી મુજબ સિવિલ સર્જનને જાણ કર્યા વગર જ લાંબા સમયથી મુખ્ય સિવિલ હોસ્પિટલના તબીબો ગેરહાજર હોવાની ઘટના બની હતી. સુરેન્દ્રનગર સિવિલ સર્જને આરોગ્ય વિભાગને આ અંગે જાણ કરી છે.
સુરેન્દ્રનગરની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ મોટી માત્રામાં સારવાર અર્થે આવતા હોય છે. ત્યારે આ પ્રકારની ગંભીર બેદરકારીના કારણે દર્દીઓને હાલાકી વેઠવાની વારી આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.