વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે યુક્રેનની મુલાકાત લેશે. જુલાઈની શરૂઆતમાં પીએમ મોદી રશિયન પ્રમુખ પુટિનને મળ્યા હતા.
PM Modi Ukraine Visit: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે યુક્રેનની મુલાકાત લેશે. જુલાઈની શરૂઆતમાં પીએમ મોદી રશિયન પ્રમુખ પુટિનને મળ્યા હતા. તાજેતરમાં તેમણે ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર યુદ્ધ વિરામને લઇ વાત કરી હતી. આશા છે કે ભારત દુનિયામાં થઇ રહેલા બંને યુદ્ધનો અંત લાવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે પોલેન્ડની મુલાકાત પછી યુક્રેનની મુલાકાતે જશે. પીએમ મોદી રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે યુક્રેનની સફર પર જઈ રહ્યા છે. ભારત હંમેશાં યુદ્ધને બદલે શાંતિ વિશે વાત કરે છે. ભલે તે ઇઝરાઇલ-ગાજા યુદ્ધ હોય. હવે યુક્રેનની પીએમ મોદીની આ મુલાકાતથી અપેક્ષા છે કે યુદ્ધ સમાપ્ત થશે કે કેમ. નોધનીય છે કે પીએમ મોદીએ અગાઉ ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી હતી. વિશ્વના યુદ્ધની વચ્ચે ભારત શાંતિની અલખ જગાવનાર દેશોમાં મોખરે આવે છે. પ્રશ્ન પણ ઉભો થયો છે કે શું ભારત બંને યુદ્ધનો અંત લાવશે.
16 ઓગસ્ટના વડા પ્રધાન મોદીએ તેમના સમકક્ષ ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી હતી. તેમણે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશે માહિતી આપી હતી. પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર નેતન્યાહુ સાથેની વાતચીત દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી. ફોન વાર્તાલાપ દરમિયાન તમામ બંધકોને તાત્કાલિક મુક્તિ, યુદ્ધવિરામ અને સતત માનવ સહાયની જરૂરિયાત પર ભાર મૂક્યો. જોઇએ તો ઘણા વૈશ્વિક મંચો પર વાટાઘાટો દ્વારા ભારત યુદ્ધને હલ કરવાની હિમાયત કરી રહ્યું છે.
અમેરિકાને સાધવા માગે છે ભારત
જ્યારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને અમેરિકા મોકલીને પીએમ મોદી અમેરિકાથી લઇને પુટિન સુધીને સાધવા માગતા હતા. યુ.એસ. શરૂઆતથી રશિયા-યુક્રેન જંગમાં યુક્રેન અને ઇઝરાઇલ હમાસ જંગમાં ઇઝરાઇલ સાથે ઉભુ રહ્યુ છે. આવી સ્થિતિમાં ભારત અમેરિકાથી લઇ રશિયા અને ઇઝરાઇલ સુધીના દરેકને કેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે ભારત શાંતિના સંદેશ સાથે ઉભુ છે.
પીએમ મોદીએ પોલેન્ડમાં બુદ્ધનો સંદેશ આપ્યો
બુધવારે પોલેન્ડ પહોંચેલા પીએમ મોદીએ તેમના ભાષણમાં જણાવ્યું હતું કે, ‘ભારત બુદ્ધની વિરાસતનું ઘર છે… ભારત યુદ્ધમાં નહી શાંતિમાં માનનાર છે. અને તેથી જ ભારત પણ આ ક્ષેત્રમાં શાંતિની હિમાયત કરે છે… ભારતનું વલણ સ્પષ્ટ છે કે આ યુદ્ધનો સમય નથી… આ સમય એક થઈ માનવજાત માટે ખતરો પેદા કરનાર સમસ્યાઓ સામે લડવાનો છે. તેથી જ ભારત કૂટનીતિ અને સંવાદ પર ભાર મૂકે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે 22 ઓગસ્ટના ભારતીય સમય અનુસાર મોડી સાજે સ્પેશ્યલ ટ્રેનથી યુક્રેનની રાજધાની કિવ જવા રવાના થશે, પીએમ મોદી યુક્રેનની રાજધાની કિવમાં લગભગ 7 કલાક વિતાવશે. આ સમય દરમિયાન પીએમ મોદી રાષ્ટ્રપતિ જેલેંસ્કીને મળશે. આ સમય દરમિયાન એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભારત અને યુક્રેન વચ્ચે મહત્વપૂર્ણ સંરક્ષણ સોદા અંગે કરાર થશે. આ સમય દરમિયાન, યુદ્ધવિરામની પણ ચર્ચા થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.