મહારાષ્ટ્રમાં મોટો ખેલ પડી શકે છે. મળતી માહિતી પ્રમાણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ચીફ શરદ પવાર આજે સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના છે. કહેવાય છે કે પવાર પીએમને મહારાષ્ટ્રના સંતરા ખેડૂતોના સંકટથી અવગત કરાવશે. આની પહેલાં મંગળવારના રોજ ભાજપના ચાર સાંસદોની શરદ પવારની સાથે આવેલી તસવીરે રાજકારણમાં ગરમાવી દીધું છે. તેની પણ પહેલાં પીએમે પણ સોમવારના રોજ રાજ્યસભાના 250મા સત્ર પર પોતાના સંબોધન દરમ્યાન એનસીપીની પ્રશંસા કરીને સૌને ચોંકાવી દીધા હતા. હવે પવાર અને મોદીની મીટિંગથી એ વાતની સંભાવના મજબૂત થવા લાગી છે કે મહારાષ્ટ્રમા નવા સત્તા સમીકરણને લઇ કંઇકને કંઇક ચોક્કસ થઇ રહી છે.
ખેડૂતોના મુદ્દા પર પીએમને મળશે પવાર : રાઉત
જો કે જ્યારે શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે મીડિયાના પ્રશ્ન પર કહ્યું કે પવાર સાહેબ ખેડૂત નેતા છે. તેઓ વડાપ્રધાનને મળી મહારાષ્ટ્રના ખેડૂતોની સ્થિતિ જણાવશે. તેમણે કહ્યું કે પવાર સાહેબ વડાપ્રધાનને ણળી રાજ્યના ખેડૂતો માટે વધુમાં વધુ રાહતની માંગણી કરશે. તેમણે પછી દાવો કર્યો કે મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ગઠબંધનની સરકાર ચોક્કસ બનશે જેનો રસ્તો ગુરૂવાર સુધીમાં સાફ થઇ જશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.