આ સરકારી બેંક પર RBIની લાલ આંખ, ફટકાર્યો 2.5 કરોડ રૂપિયાનો ભારે ભરખમ દંડ, જાણો કારણ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) એ દેશની પ્રમુખ સરકારી બેંકોમાંથી એક એવી બેંકને 2.5 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બિહાર ખાતે એનજીઓ સૃજન મહિલા વિકાસ સહયોગ સમિતિ લિમિટેડને લઈ આરબીઆઈ તરફથી જાહેર કરવામાં આવેલ ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરતા આ કાર્યવાહી કરવામાં આવી છે. એમ મુદ્દા સાથે સંકળાયેલ સૂત્રોએ જણાવ્યું છે.

સૂત્રો પ્રમાણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંક ઓફ બરોડા પર 2.5 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ એનજીઓમાં 1000 કરોડ રૂપિયાના કથિત કૌભાંડની સીબીઆઈ તપાસ કરી રહી છે. જેમાં બીઓબીના અધિકારી, ઇન્ડિયન બેંક અને સમિતિને આરોપી ગણાવ્યા છે. પટના અને દિલ્દી ખાતે નોંધાયેલ FIRમાં સરકારી ખાતાથી ગેરકાયદેસર રીતે મૂડી ટ્રાન્સફર અને ખોટી રીતે ઉપયોગ કરવાનો આરોપ છે. રિપોર્ટ પ્રમાણે 2003થી 2014 સુધી સમિતિએ બેંક અને રાજ્ય સરકારના અધિકારીઓને લલચાવા માટે સરકારી ફંડનો ઉપયોગ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.