Gujarat Rain Update: ગુજરાતમાં આજથી આગામી પાંચ દિવસ સુધી અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગાહી પ્રમાણે ગઇકાલે રાજ્યના 73 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો હતો. બપોર પછી વાતાવરણમા(Gujarat Rain Update) પલટો આવ્યા બાદ ગુજરાતના કેટલાક ભાગોમાં મેઘ મહેર થઇ હતી. ગત 24 કલાકમાં સૌથી વધુ 3.1 ઇંચ વરસાદ અરવલ્લી જિલ્લાના મોડાસામાં નોંધાયો હતો. તેમજ આજે સવારના 11 વાગ્યા સુધીમાં રાજ્યના 24 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં કુકરમુંડામાં 1.6 ઇંચ વરસાદ વરસ્યો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સ્વર્ગ જેવો નજારો
સમગ્ર ગુજરાતમાં જ્યારે મેઘમહેર થઈ છે ત્યારે એકતા નગર હીલ સ્ટેશનમાં ફેરવાયું હોય તેવો માહોલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આજુબાજુનો વિસ્તાર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે ત્યારે ધીમીધારે વરસાદી માહોલ બનતાં આહલાદક વાતાવરણ જોઈને તમને પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાનું મન જરુર થશે.
નર્મદા જિલ્લામાં મેઘરાજા મહેરબાન
રાજ્યમાં ઓગસ્ટ શરૂઆતથી વરસાદનું જોર થોડું નબળું પડ્યું હતું. પરંતુ ગઈકાલથી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 73 તાલુકામાં મેઘમહેર જોવા મળી હતી. જેમાં નર્મદા જિલ્લામાં નાંદોદમાં 3 મી.મી અને ગુરૂડેશ્વરમાં 2 મી.મી વરસાદ વરસ્યો હતો.
છોટા ઉદેપુરમાં વરસાદી માહોલ
છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો હતો. પરંતુ ગઈકાલથી જિલ્લામાં વરસાદે પધરામણી કરી છે. જિલ્લાના વરસાદના આંકડાની વાત કરવામાં આવે તો ક્વાંટમાં 1.2 ઈંચ, છોટાઉદેપુરમાં 18 મી.મી, પાવી-જેતપુરમાં 12 મી.મી અને નસવાડીમાં 2 મી.મી વરસાદ વરસ્યો હતો. જે રીતે હવામાન વિભાગે આગાહી કરી તે પ્રમાણે રાજ્યના ભાગોમાં વરસાદ ખાબકી રહ્યો છે.
ભરૂચમાં છેલ્લા 24 કલાકમાં વરસ્યો વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 73 તાલુકામાં મેઘાવી માહોલ જોવા મળ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદની વાત કરવામાં આવે તો મોડાસામાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ત્યારે ભરૂચ જિલ્લામાં વરસાદનું જોર થોડું ઓછું જોવા મળ્યું હતું અને ફક્ત વાડિયામાં 2 મી.મી વરસાદ વરસ્યો હતો. જ્યારે બીજા તાલુકા કોરાધાકોર રહ્યા હતા.
સુરતમાં વહેલી સવારથી વરસાદ વરસતા બફારામાંથી રાહત
સુરત શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સુરત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. સવારથી કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદ વરસવાનું શરુ થયું છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આજે સવારે 10 વાગ્યા સુધીમાં પલસાણામાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. આજે સુરત શહેર અને જિલ્લામાં સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સુરત જિલ્લાના અનેક તાલુકામાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ઓલપાડ, બારડોલી, માંડવી, માંગરોળ, મહુવા સહિતના તાલુકામાં વરસાદ વરસવાનું શરુ થયું છે. કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદ વરસાદ વરસવાનું શરુ થયું છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લેતા ગરમી અને બફારાનો અનુભવ લોકો કરી રહ્યા હતા દરમ્યાન વરસાદી માહોલ રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
ગત 24 કલાકમાં ક્યાં સૌથી વધુ વરસાદ વરસ્યો
ગત 24 કલાકમાં રાજ્યમાં મોડસામાં 3.1 ઇંચ, નવસારીમાં 2.4, સંખેડામાં, ગારિયાધાર અને શિનોરમાં 1.8 ઇંચ, વલોડ, સરસ્વતી, મહુવા(ભાવનગર, પાટણમાં 1.4 ઇંચ, માણસામાં 1.3, લીલીયા અને જલાલપોરમાં 1.2, પાલીતાણામાં 1.1 અને મહુધામાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો.
17 તાલુકમાં 10થી 24 મિ.મી. વરસાદ તેમજ ઉંઝામાં 24 મિ.મી., લખતર અને ખેરાલુમાં 22 મિ.મી., દસક્રોઇ અને વિજાપુરમાં 20 મિ.મી., નડિયાદમાં 19, વડાલીમાં 15, વિજયનગરમાં 14 મિ.મી., વિસાવદર, ખંભાત, ગઢડા અને ગરબાડામાં 13 મિ.મી., અમદાવાદ શહેરમાં 12 મિ.મી., રાણાવાવમાં 11, સોનગઢ, વિસનગર અને વડગામમાં 10 મિ.મી. વરસાદ નોંધાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.