‘અમારા એક પાડોશી દેશનું નામ પાકિસ્તાન, પરંતુ તેની હરકતો નાપાક’: રાજનાથસિંહ

સિંગાપુર પહોંચેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે બે દિવસની યાત્રા પર પ્રવાસી ભારતીયોને સંબાધ્યા હતા. તેમણે કહ્યું કે, અમારો એક પાડોશી દેશ પાકિસ્તાન છે. પરંતુ તેની હરકતો તેના નામથી વિપરીત નાપાક છે. જો કે, તે દેશ આ રીતે વધારે દિવસ સુધી સલામત રહી નહી શકે. સિંગાપુર પ્રવાસ પર રાજનાથે મંગળવારે સુપર પ્યૂમા હેલિકોપ્ટરમાં ઉડાન ભરી હતી. રાજનાથે સિંગાપુરમાં જ સુભાષ ચંદ્રબોઝને પણ શ્રદ્ધાંજલિ પણ આપી હતી.

વિકાસ માટે કલમ 370 હટાવવી જરૂરી હતી – રાજનાથ સિંહ

રાજનાથ સિંહે કહ્યું કે, અમારી સરકાર ભારતની સુરક્ષા સાથે સમજૂતી નહી કરે. અમે અમારી સરકાર બનાવવા માટે રાજકારણ નથી કરતા. અમારો ઉદ્દેશ રાષ્ટ્ર નિર્માણનો હોય છે.

કલમ 370 અંગે રાજનાથે કહ્યું કે, આઝાદી બાદથી જ એક પૂર્ણ રાજ્ય(જમ્મુ અને કાશ્મીર) દેશના બાકીના ભાગ સાથે એકીકૃત ન હતો. જે દુર્ભાગ્યપૂર્ણ વાત છે. લોકોએ સમજવું જોઈએ કે જમ્મુ કાશ્મીરના વિકાસ માટે આ જરૂરી હતું. આપણી અર્થવ્યવસ્થા અંદાજે 2.7 ટ્રિલિયન ડોલરની છે. અમારી સરકારનું મુખ્ય લક્ષ્ય 2024 સુધી તેને બમણી એટલે કે 5 ટ્રિલિયન ડોલર કરતા વધારે સુધી પહોંચાડવાનું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.