દેશમાં આ દિવસોમાં કોલકાતામાં ટ્રેની ડોક્ટરની સાથે બનેલી ઘટનાને લઇને લોકો ગુસ્સામાં છે. આ વચ્ચે કોલકાતાથી ફરી એક વખત હચમાચી દે તેવી ઘટના સામે આવી છે. ત્યારે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ પાયલ મુખર્જીની સાથે પણ એક ઘટના બની છે.
ભીડવાળા વિસ્તારમાંથી પસાર થતી વખતે સાઉથ એક્ટ્રેસનો બાઈક સવારની સાથે એક્સિડન્ટ થયો હતો જેના કારણે બાઈક સવારે પહેલા પાયલને ગાડીમાંથી બહાર આવવાનું કહ્યું અને જ્યારે તે બહાર ન આવી તો ગાડીના કાચ તોડી નાખ્યા. પાયલ મુખર્જીએ એક વીડિયો દ્વારા આ ઘટના વિશે જાણકારી આપી છે.
કોલકતામાં ટ્રેની ડૉક્ટરની સાથે દુષ્કર્મ અને હત્યાના કેસ પછી આખા દેશમાં એક વખત ફરીથી મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે. ત્યારે આ દરમિયાન જાણીતી એક્ટ્રેસ પાયલ મુખર્જીની સાથે કંઈક એવું થયું છે કે જેના કારણે ચિંતા વધી ગઈ છે. ગત રાત્રીએ પાયલની ગાડી પર એક બાઈક સવારે હુમલો કર્યો હતો.
પાયલ મુખર્જીની કારમાં તોડફોડ
પાયલ મુખર્જીએ અડધી રાત્રે ઘટના પછી કારમાં ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવી હતી. તેને વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું, ક્રાઈમ સીન પહેલા લાઈવ વીડિયો. અમે ક્યાં રહીએ છીએ? વીડિયોમાં પાયલ રડતા જોવા મળી હતી. તેને પોતાની બાજુમાં પડેલા કાચ પણ બતાવ્યા હતા જેને બાઈક સવારે તોડ્યા હતા.
મહિલાની સુરક્ષાને લઈને સવાલ ઉઠ્યા
પાયલે કહ્યું, મને નથી આપણે ક્યાં છીએ. મહિલાને સાંજના સમય ભીડભાડવાળા રસ્તા પર આવી રીતે હેરાન કરવામાં આવી શકે છે અથવા તેની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવી શકે છે તો તે વાસ્તવિક સ્થિતિનું ઉદાહરણ છે અને આ બધુ ત્યારે થાય છે જ્યારે મહિલા સુરક્ષાના મુદ્દે શહેરમાં રેલીઓ કાઢવામાં આવે છે
ઘટનાથી પાયલ ગભરાય ગઈ
કોલકાતામાં થોડા દિવસ પહેલા ડૉક્ટરની સાથે દુષ્કર્મ અને હત્યાના કારણે શહેરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પાયલે કહ્યું કે, કોલકતામાં મહિલાઓ માટે કોઈ સુરક્ષા નથી. તેને વધુમાં કહ્યું, એ વિચારીને જ ગભરાય જઉં છું કે જો આવી કોઈ ઘટના સુમસામ રસ્તા પર થઈ હોત તો મારું શું થયું હોત.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.