કોલકતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 31 વર્ષીય લેડી ડોક્ટરના રેપ અને મર્ડરમાં 150 ગ્રામ વીર્યના ઉલ્લેખ અંગે હવે ખુલાસો થયો છે. આ કેસનીત પાસ કરી રહેલી સીબીઆઈએ તેની નોટમાં એવો ખુલાસો કર્યો છે કે લેડી ડોક્ટર પર ગેંગરેપનો કોઈ ઉલ્લેખ મળ્યો નથી એટલે કે સીબીઆઈએનું સ્પસ્ટ કહેવું છે કે આ કેસમાં એક કરતાં વધારે વ્યક્તિની સંડોવણીનો કોઈ પુરાવો નથી. સીબીઆઈની વાત પરથી લાગી રહ્યું છે કે આ કેસમાં સંજય રોય સિવાય બીજો કોઈ આરોપી નથી જોકે સત્તાવાર રીતે કંઈ કહેવાયું નથી.
150 ગ્રામ વીર્યની શું વાત હતી?
કોલકાતાની મેડિકલ કોલેજમાં રેપ અને મર્ડરનો ભોગ બનેલી લેડી ડોક્ટરના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 150 ગ્રામ વીર્ય મળ્યું હતું આ પછી એવું સામે આવ્યું હતું કે આટલું વીર્ય કોઈ એક વ્યક્તિનું ન હોઈ શકે એટલે કે રેપ મર્ડરમાં ઘણા લોકો સામેલ હોઈ શકે છે.
આરોપીઓના પોલિગ્રાફી ટેસ્ટ શરુ
ડોક્ટરના બળાત્કાર અને હત્યા કેસમાં પોલિગ્રાફ ટેસ્ટ શનિવારે શરૂ થયો હતો. તાલીમાર્થી તબીબના બળાત્કાર અને હત્યા કેસમાં મુખ્ય આરોપી અને અન્ય છ લોકોનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાનો છે. પોલિગ્રાફી ટેસ્ટમાં વ્યક્તિની શારીરિક પ્રતિક્રિયાઓ મશીનની મદદથી માપવામાં આવે છે જ્યારે તે પ્રશ્નોના જવાબ આપે છે. આના દ્વારા તે જાણી શકાય છે કે તે સાચું બોલી રહ્યો છે કે ખોટું. મુખ્ય આરોપી સંજય રોયનો ‘પોલીગ્રાફ ટેસ્ટ’ જેલમાં જ તે જેલમાં જ કરવામાં આવશે, જ્યારે પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સહિત અન્ય છ લોકોનો ‘પોલીગ્રાફ ટેસ્ટ’ કરવામાં આવશે, જેઓ રાત્રે ફરજ પર હતા. ઘટના અને એક નાગરિક સ્વયંસેવક એજન્સી ઓફિસમાં કરવામાં આવશે.
રેપ-મર્ડર કેસ દબાવવાનો પ્રયાસ
સીબીઆઈએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસે તાલીમાર્થી ડૉક્ટર વિરુદ્ધ બળાત્કાર અને હત્યાના કેસને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. સીબીઆઈએ તપાસ હાથ ધરી ત્યાં સુધીમાં ક્રાઈમ સીન સાથે છેડછાડ થઈ ગઈ હતી.
મેડિકલ કોલેજમાં શું બન્યું હતું
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં 9 ઓગસ્ટની સવારે 31 વર્ષીય લેડી ડોક્ટરની સેમી ન્યૂડ ડેડબોડી મળી હતી. હોસ્પિટલના જ સિવિક વોલિન્ટિયર સંજય રોયે રેપ કરીને ડોક્ટરની ઘાતકી હત્યા કરી નાખી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ભયાનક વિગતો સામે આવી હતી. ડોક્ટરના આંગળીઓ, પેટ, પ્રાઈવેટ પાર્ટ અને અન્ય ઘણા ભાગોમાં ઊંડી ઈજાઓ અને લોહી વહેતું હોવાનું જણાયું હતું. આરોપી સંજયે પીડિતાનું મોં દબાવી રાખ્યું હતું અને તેનું માથું જમીન પર સતત પછાડ્યું હતું અત્યંત ક્રૂર રીતે તેની સાથે રેપ અને મર્ડર કર્યું હતું. આ જધન્ય રેપ-મર્ડર કાંડથી આખો દેશ હલી ઉઠ્યો હતો. આરોપી નશેડી અને જાતિય રીતે વિકૃત હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.