Organ Donation in Surat: સુરતમાંથી ફરી એક વાર અંગદાનનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરતમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા 17મું અંગદાન પટેલ સમાજના રાદડિયા પરિવારના યુવાનનુ લિવર, બન્ને કીડની અને ચક્ષુઓનું દાન સિમ્સ હોસ્પિટલમાંથી(Organ Donation in Surat) કરવામાં આવ્યું હતું. સુરતમાં 40 વર્ષીય યુવક માથામાં દુઃખ અને ચક્કર બાદ બ્રેઈનડેડ જાહેર કરાયા બાદ લિવર, બન્ને કીડની અને ચક્ષુઓનું દાન કર્યું હતું.
સામાન્ય તાવ આવતો હતો
મળતી માહિતી મુજબ મૂળ ભાવનગરના ગારીયાધાર તાલુકાના વતની અને સુરતના પુણાગામ સ્થિત કેવટનગર ખાતે સુરેશભાઈ બાબુભાઈ રાદડિયા (40) પરિવાર સાથે રહેતા હતા અને રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. તેઓને સંતાનમાં 10 વર્ષનો પુત્ર અને 6 વર્ષની દીકરી છે. સુરેશભાઈને થોડા દિવસ અગાઉ સામાન્ય તાવની ફરિયાદ હતી, જેથી સૌ પ્રથમ તેઓએ ફેમેલી ડોક્ટરની સલાહ લીધી હતી, ત્યાં તેઓએ લેબોરેટરી રીપોર્ટ કરાવ્યા હતા, તેમને ઘરે ઉભા રહેવાની તાકાત ન હતી, ફેમેલી ડોકટરે તેઓને બીજી કોઈ વધુ તકલીફ હશે તેવું લાગતું હતું.
ડોકટરોની ટીમે તેઓને બ્રેઈનડેડ જાહેર કર્યા
આથી એમ.ડી. ડોક્ટરને બતાવી યોગ્ય સલાહ અને સારવાર લેવાનું જણાવ્યું હતું, જેથી તેઓએ ડો. નીલેશ ઠુંમર (સિમ્સ હોસ્પિટલ) ને બતાવ્યું હતું, ડોકટરે એ વખતે તેઓને અસહ્ય માથું દુ:ખવું અને ચક્કર આવવાની ફરિયાદ હોવાથી તુરંત દાખલ થવાની સલાહ આપી હતી. દર્દી દાખલ થવાની સાથે તેઓની વિશેષ સારવાર શરુ કરવામાં આવી હતી અને સારવાર દરમ્યાન સિમ્સ હોસ્પીટલમાં ડોકટરોની ટીમે તેઓને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યું
સુરેશભાઈ બાબુભાઈ રાદડીયાના પરિવાર જનોને દર્દી બ્રેઈનડેડ હોવાના સમાચાર મળતા તેમના બંને ભાઈઓ સંજયભાઈ રાદડિયા, હસમુખભાઈ રાદડિયા અને પત્ની સંગીતાબેન રાદડિયા દ્વારા અંગદાન અંગે સંકલ્પ કરાયો હતો. પરિવારના મોભી બાબુભાઈ રાદડિયા (પિતા), દેવચંદભાઈ રાદડિયા (કાકા), દિનેશભાઈ રાદડિયા (કાકા) તથા ઝવેરભાઈ મોરડિયા (ફૂવા) એ પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી ડો. કૌશલભાઈ પટેલ, અને ડો. નીરવભાઈ ગોંડલિયાના માધ્યમથી જીવનદીપ ઓર્ગનડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના વિપુલ તળાવીયા, પી.એમ.ગોંડલિયા, ડો. નીલેશ કાછડિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો, તેમના પરિવારના તમામ સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને પ્રક્રિયા સમજાવી માહિતી આપવામાં આવી હતી.
ગોના દાન થકી દર્દીઓને નવજીવન
શરીર બળીને પંચમહાભૂતમાં વિલીન થઈ જવાનું છે, ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોઈ તો આપ આગળ વધો આ પ્રક્રિયા માટે. પરિવારજનોની સંમતી મળતા સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ(સોટો) નો સંપર્ક કરી કીડની અને લીવર અને ચક્ષુ દાન માટે જણાવ્યું હતું.
લિવર અને બે- કીડનીનું દાન
ગુજરાત સરકારની સોટો સંસ્થા દ્વારા ટીમ IKRDC દ્વારા લિવર અને બે- કીડનીનું દાન સ્વીકારવામાં આવ્યું હતું, અને બંને આંખનું દાન લોક્દ્રષ્ટિ ચક્ષુ બેંક માધ્યમથી સ્વીકારવામાં આવ્યું હતું. આશરે 195 મિનિટમાં કીડની અમદાવાદમાં પહોંચાડવા માટે સુરતની સીમ્સ હોસ્પિટલથી IKDRC હોસ્પિટલ, ન્યુ સિવિલ હોસ્પિટલ, અસારવા, અમદાવાદ સુધીના 261 કિમી માર્ગને ગ્રીન કોરિડોર બનાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો વિશેષ સહકાર મળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.