Israel Hizbullah Latest News : ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સિસ (IDF)એ જણાવ્યું હતું કે, હિજબુલ્લાહે લેબનોનથી ઈઝરાયેલના પ્રદેશ તરફ 150થી વધુ અસ્ત્રો છોડ્યા હતા જેને આયર્ન ડોમ દ્વારા નષ્ટ કરી દેવામાં આવ્યા હતા
Israel Hizbullah : હિજબુલ્લાહે રવિવારે ઇઝરાયેલ પર 150 થી વધુ રોકેટ છોડ્યા હતા. બીજી તરફ ઇઝરાયેલી સેનાને આ હુમલાઓની તૈયારીની જાણ થતાં જ તેણે દક્ષિણ લેબેનોનમાં તેના ઠેકાણાઓ પર જોરદાર હવાઈ હુમલો કર્યો. ઈઝરાયેલે તેના નાગરિકોને હિજબુલ્લાહની મિસાઈલ અને ડ્રોન હુમલા અંગે સતર્ક કરી દીધા છે. આ સમય દરમિયાન લેબનોનને અડીને આવેલા ઇઝરાયેલના ઉત્તરીય ભાગમાં એલર્ટ સાયરન સંભળાયા હતા.
હિજબુલ્લાહે 150 પ્રોજેક્ટાઈલ્સ લોન્ચ કર્યા
ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સિસ (IDF) એ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, હિજબુલ્લાહે લેબનોનથી ઈઝરાયેલના પ્રદેશ તરફ 150થી વધુ અસ્ત્રો છોડ્યા હતા જેને આયર્ન ડોમ દ્વારા નષ્ટ કરી દેવામાં આવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે,અમે આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવીએ છીએ, તેઓ નાગરિકોને નિશાન બનાવે છે. રવિવારે સવારે દક્ષિણ લેબેનોનના લોકોને જાહેર કરાયેલા એક સંદેશમાં ઇઝરાયેલી સેનાએ કહ્યું, અમે તમારા ઘરોની નજીક ઇઝરાયેલના પ્રદેશ પર મોટા પાયે હુમલા કરવાની હિજબુલ્લાહની તૈયારીઓ પર નજર રાખી રહ્યા છીએ. તમે જોખમમાં છો, તરત જ વિસ્તાર છોડી દો. અમે હિજબુલ્લાહના લક્ષ્યો પર હુમલો કરી રહ્યા છીએ અને તેમને નષ્ટ કરી રહ્યા છીએ.
ટેલિગ્રામ પર પોસ્ટ કરાયેલા સંદેશમાં કહેવામાં આવ્યું છે કે, જે કોઈ પણ વિસ્તારની નજીક છે જ્યાં હિજબુલ્લાહના પાયા છે તેણે પોતાને અને તેમના પરિવારોને બચાવવા માટે તરત જ નીકળી જવું જોઈએ. સવારે 5:00 વાગ્યાના થોડા સમય પહેલા બહાર પાડવામાં આવેલા એક અલગ નિવેદનમાં સેનાએ જણાવ્યું હતું કે, તેના જેટ લેબનોનમાં એવા લક્ષ્યો પર હુમલો કરી રહ્યા છે જે ઇઝરાયેલીઓ માટે કોઈ ખતરો નથી.
ઇઝરાયલી સૈન્યના પ્રવક્તા ડેનિયલ હગારીએ પણ તે જ સમયે જાહેર કરાયેલા એક વિડિયોમાં હુમલાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, હિજબુલ્લાહ ટૂંક સમયમાં જ રોકેટ અને સંભવતઃ મિસાઇલો અને યુએવી ઇઝરાયલી પ્રદેશ તરફ ફાયર કરશે. હિજબુલ્લાહ અને ઈરાને ઈઝરાયેલના હુમલાનો જવાબ આપવાની પ્રતિજ્ઞા સાથે મધ્ય પૂર્વમાં કેટલાક અઠવાડિયાથી તણાવ વધારે છે. વાસ્તવમાં હિજબુલ્લાહકમાન્ડર ફુઆદ શુક્ર બેરૂતમાં એક હુમલામાં માર્યો ગયો હતો જ્યારે હમાસની રાજકીય પાંખના વડા ઇસ્માઇલ હાનિયાની તેહરાનમાં હત્યા કરવામાં આવી હતી. ઈઝરાયેલે આ હત્યાની જવાબદારી લીધી નથી પરંતુ દરેક તેને જવાબદાર માને છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.