Today Gold Price: જન્માષ્ટમી બાદ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો તમે પણ સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરી લો.
Gold Rate Today: મૌજા હી મૌજા! જન્માષ્ટમી બાદ સોનું પછડાયું, જાણો સસ્તું થઈને કેટલે પહોંચી ગયું? ચેક કરો લેટેસ્ટ રેટ
સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. વાયદા બજારની સાથે સાથે શરાફા બજારમાં પણ આજે તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જો તમે સોના અને ચાંદીના દાગીના કે લગડી ખરીદવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ ભાવ જાણવા તમારા માટે ખુબ જરૂરી છે. ફટાફટ વાયદા બજાર અને શરાફા બજારના તાજા ભાવ ચેક કરીને જ ખરીદી કરવા નીકળજો.
વાયદા બજારમાં ભાવ
ભારતીય વાયદા બજાર (MCX) પર આજે સવારે સોનામાં 187 રૂપિયા ઘટાડો જોવા મળ્યો અને ભાવ 71,935 રૂપિયા પ્રતિ 10 પર ચાલતો હતો. જ્યારે કાલે તેનો ક્લોઝિંગ રેટ 72,122 રૂપિયા હતો. ચાંદીમાં 358 રૂપિયાનો કડાકો જોવા મળ્યો અને 85,300 રૂપિયા પ્રતિ કિલો પર ભાવ પહોંચ્યો જે કાલે 85,658 રૂપિયા પર ક્લોઝ થયો હતો.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 68 રૂપિયા તૂટીને 71,694 રૂપિયાના સ્તરે જોવા મળ્યું. ગઈ કાલે પણ સોનું કડાકા સાથે જ 71,762 રૂપિયાના સ્તરે બંધ થયું હતું. 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 62 રૂપિયા તૂટીને 65,672 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું. જ્યારે ચાંદી 1242 રૂપિયા ગગડીને 85,962 રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ પહોંચી. ચાંદી ગઈ કાલે 84,720 રૂપિયાના સ્તરે ક્લોઝ થઈ હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં હળવો ઘટાડો જોવા મળ્યો હતો. HDFC Securitiesમાં વરિષ્ઠ વિશ્લેષક (જિંસ) સૌમિલ ગાંધીએ કહ્યું કે અમેરિકી મેક્રો ડેટા અપેક્ષા કરતા સારા રહેવા અને અમેરિકી બોન્ડ યીલ્ડમાં તેજીના કારણે મંગળવારે સોનામાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો.
એમઓએફએસએલના જિંસ શોધના વરિષ્ઠ વિશ્લેષક માનવ મોદીના જણાવ્યાં મુજબ સોનાના ભાવમાં ઘટાડો આવ્યો પરંતુ તે ગત સપ્તાહના રેકોર્ડ ઉચ્ચસ્તર પર જળવાઈ રહ્યું. કારમ કે અમેરિકી વ્યાજ દરોમાં કાપની સંભાવનાએ ડોલરને નબળો કર્યો અને ધાતુ બજારો માટે સારી સંભાવનાઓ રજૂ કરી.
ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.