ભરૂચ, સુરત, ડાંગ, તાપી, કચ્છમાં પણ રેડ એલર્ટની આગાહી સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
રાજ્યમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યાં છે. ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગ ફરી એકવાર સણસણતી આગાહી કરી છે. જે મુજબ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં રેડ અલર્ટ અપાયું છે. અમદાવાદ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, જુનાગઢ, ભાવનગર અને,અમરેલીમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટ આપવામાં આવ્યુ છે.
આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
ભરૂચ, સુરત, ડાંગ, તાપી, કચ્છમાં પણ રેડ એલર્ટની આગાહી સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને, છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર અને, દાહોદમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપ્યું છે.
આગામી બે દિવસ ગાજવીજ સાથે વરસાદ
રાજ્યમાં ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સર્જાતા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. ઑફશોર ટ્રફ અને મોન્સૂન ટ્રફ એક્ટિવ થતા આગામી બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. અત્યાર સુધી ગુજરાતમાં સામાન્ય કરતા 40 ટકા વધુ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 1 જૂન થી 29 ઓગસ્ટ સુધી 67 ટકા વરસાદ નોંધાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.