અનેક પેની સ્ટોક્સ એવા હોય છે જે શાનદાર રિટર્ન આપે છે. જો કે પેની સ્ટોકમાં દાવ લગાવવો એ જોખમી પણ હોય છે. પરંતુ આમ છતાં તે રોકાણકારોને આકર્ષે છે. અમે તમને આજે એવા શેર વિશે જણાવીશું જેણે રોકાણકારોને ભારે ભરખમ રિટર્ન આપ્યું છે.
Penny Stock: 10 પૈસાના શેરમાં તોફાની તેજી; આજે 24 રૂપિયા થયો ભાવ, 1 લાખના 2 કરોડ થઈ ગયા, તમે રોક્યા છે પૈસા?
અનેક પેની સ્ટોક્સ એવા હોય છે જે શાનદાર રિટર્ન આપે છે. જો કે પેની સ્ટોકમાં દાવ લગાવવો એ જોખમી પણ હોય છે. પરંતુ આમ છતાં તે રોકાણકારોને આકર્ષે છે. અમે તમને આજે એવા શેર વિશે જણાવીશું જેણે રોકાણકારોને ભારે ભરખમ રિટર્ન આપ્યું છે. અહીં અમે રાજ રેયોન ઈન્ડસ્ટ્રીઝના શેર વિશે વાત કરી રહ્યા છીએ. રાજ રેયોન ઈન્ડસ્ટ્રીઝના શેર હોલ્ડર્સને લાંબા ગાળે શાનદાર નફો થયો છે. કંપનીના શેરમાં આજે 2 ટકાની અપર સર્કિટ જોવા મળી અને તે 24.69 રૂપિયાના ઈન્ટ્રા ડે હાઈ પર પહોંચી ગયા.
ચાર વર્ષમાં તગડું રિટર્ન
છેલ્લા ચાર વર્ષમાં રાજ રેયાનના શેરની કિંમતમાં અનેક ગણો વધારો થયો છે. ચાર વર્ષમાં આ શેરે 24470%નું રિટર્ન આપ્યું છે. અત્રે જણાવવાનું કે 10 ઓગસ્ટ 2020ના રોજ આ શેરનો ભાવ 10 પૈસા હતો અનેઆજની તારીખમાં આ શેર 24.57 રૂપિયા પર પહોંચી ગયો છે. તેનો અર્થ એ થયો કે ચાર વર્ષ પહેલા જો કોઈ રોકાણકારે આ શેરમાં એક લાખ રૂપિયા રોક્યા હશે તો આજે તે રકમ વધીને 2 કરોડ રૂપિયાથી વધુ થઈ હશે.
જો કે અહીં એક વાત એ પણ જાણવા જેવી છે કે રાજ રેયોનના શેરે ટૂંકા ગાળાના રોકાણકારોને નિરાશ કર્યા છે. છેલ્લા એક વર્ષમાં શેરમાં લગભગ 47 ટકાનો ઘટાડો જોવા મળ્યો. જો કે આઠ મહિનામાંથી ચારમાં નુકસાનનો સામનો કરવા છતાં 2024માં અત્યાર સુધીમાં 28 ટકાથી વધુનો વધારો થયો છે. ઓગસ્ટ સ્ટોક માટે એક મજબૂત મહિનો હતો. જેમાં જુલાઈમાં 9.5 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. જો કે તે પહેલા જૂનમાં સ્ટોકમાં 3 ટકા અને મેમાં 8 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. એપ્રિલ લગભગ 6 ટકાના વધારા સાથે એક મજબૂત મહિનો હતો. માર્ચમાં 19 ટકાથી વધુના ઘટાડા બાદ તે જોવા મળ્યો હતો. આ અગાઉ જાન્યુઆરીમાં 4.4 ટકાના ઘટાડા બાદ ફેબ્રુઆરીમાં સ્ટોકમાં 48 ટકાથી વધુનો વધારો થયો હતો.
ગત વર્ષ ઓગસ્ટમાં સ્ટોકે 45 રૂપિયાના 52 અઠવાડિયાના ઉચ્ચ સ્તરને સ્પર્શ કર્યો હતો. હાલમાં તે 24 રૂપિયા પર કારોબાર ટ્રેડ થઈ રહ્યો છે. તથા પોતાના વર્ષના ઉચ્ચતમ સ્તરથી 46 ટકા દૂર છે. પરંતુ આ વર્ષે જાન્યુઆરીમાં પોતાના 52 અઠવાડિયાના નિમ્ન સ્તર 15.05 થી 60 ટકા ઉપર ચડી ચૂક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.