Gujarat Floods : ગુજરાતમાં જળસંકટને લઈને કેન્દ્ર સરકાર પણ એલર્ટ.. પ્રધાનમંત્રી મોદીએ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત.. ફોન પર વાત કરીને મેળવી રાજ્યની સ્થિતિ અંગેની માહિતી.. રાજ્યમાં સવારથી અત્યાર સુધીમાં 251 તાલુકામાં વરસ્યો વરસાદ…4 દિવસના અનરાધાર વરસાદથી 28 લોકોએ ગુમાવ્યા જીવ… હજુ બે દિવસ ભારે વરસાદની છે આગાહી….
Gujarat rescue operations : ગુજરાતમાં ગત દિવસો દરમિયાન વરસી રહેલા ધોધમાર વરસાદનું આજે દક્ષિણ ગુજરાત, પૂર્વ-મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોર ઘટ્યું છે. જ્યારે, કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનમાં હજુ પણ આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ભાણવડ અને કચ્છના અબડાસા તાલુકામાં સૌથી વધુ ૧૧ ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે, સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર ૨૪ કલાકમાં ૧૦ ઈંચ જેટલો, જામનગર, કચ્છ અને પોરબંદર જિલ્લામાં ૫-૫ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં વરસાદથી અનેક શહેરોની હાલત ખરાબ છે તો કુલ 28 લોકોનાં મોત અને 42 હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે. સરકારે 3641 લોકોને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન કર્યું છે. રાજ્યમાં એનડીઆરએફની 15, એસડીઆરએફની 25 અને આર્મીની 9 ટુકડીઓ તૈનાત કરાઈ છે. રાજ્યમાં 939 રસ્તાઓ છે બંધ…. બસ વ્યવહારની વાત કરીએ તો 1037 રૂટ અને 4058 ટ્રીપ કેન્સલ કરાઈ છે. જ્યાં જુઓ ત્યાં બસ તબાહીની તસવીરો હવે સામે આવી રહી છે. રાજ્યમાં 124 ડેમ હાઈ એલર્ટ પર તો 17 ડેમ એલર્ટ પર છે. ભારતીય હવામાન વિભાહે 1 સપ્ટેમ્બર સુધી માચીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી આપી છે. આજે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ છે.
રાજ્યના ઘણા ભાગોમાં સતત બીજા દિવસે પૂરની સ્થિતિ યથાવત્, વડોદરા, દેવભૂમિ દ્વારકા અને જામનગર સૌથી વધુ અસરગ્રસ્ત
મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠકમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી
સ્ટાર ગુજ્જુ ક્રિકેટર પણ પૂરમાં ફસાઈ, NDRF મદદ માટે દોડ્યું, દિલધડક રેસ્ક્યૂ કરાયું
ભારતની સ્ટાર સ્પિનર રાધા યાદવ વડોદરાના પુરમાં ફસાઈ ગઈ હતી, તેને એનડીઆરએફની ટીમે બચાવી છે. રાધાએ આ અંગે વીડિયો જારી કરી એનડીઆરએફ ટીમનો આભાર માન્યો છે. રાધાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી વીડિયોમાં જણાવ્યું છે કે, ‘અમે ખૂબ જ ખરાબ રીતે ફસાઈ ગયા હતા. અમને બચાવવા બદલ એનડીઆરએફ ટીમનો ખૂબ ખૂબ આભાર.’વરસાદ અને પુરના કારણે ગુજરાતના 18 જિલ્લા પ્રભાવિત છે. અનેક જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.