એવું મંદિર જ્યાં ભગવાન શિવ દરરોજ રાત્રે માતા પાર્વતી સાથે સાક્ષાત આવીને ચોપાટ રમે છે. જો કે આ મંદિરના દરવાજા રાત્રે બંધ કરી દેવામાં આવે છે અને જ્યારે સવારે મંદિર ખોલવામાં આવે છે, ત્યારે ચોપાટના પાસા વિખરાયેલા જોવા મળે છે.
ભારતમાં કુલ બાર જ્યોતિર્લિંગ આવેલા છે એના વિશે આપણે બધા જાણીએ જ છીએ અને ભગવાન શિવના આ 12 જ્યોતિર્લિંગોમાંથી બે જ્યોતિર્લિંગ મધ્ય પ્રદેશમાં છે. આમાંથી એક ઉજ્જૈનમાં આવેલું છે એ છે ઓમકારેશ્વર અને માન્યતા છે કે આ મંદિરમાં દરરોજ રાત્રે મહાદેવ ચોપાટ રમે છે.
ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઈન્દોર શહેરથી લગભગ 78 કિમીના દૂર નર્મદા નદીના કિનારે આવેલું છે અને અહીં મહાદેવની મમલેશ્વર અને અમલેશ્વરના રૂપમાં પૂજા થાય છે. ઓમકારેશ્વર મંદિર વિશે એવી માન્યતા છે કે અહીંયા દર્શન અને પૂજા કરવાથી વ્યક્તિના તમામ પાપ દૂર થઈ જાય છે.
એવી માન્યતા છે કે ભગવાન શિવ દરરોજ રાત્રે સૂવા માટે અહીં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે આ મંદિરમાં મહાદેવ માતા પાર્વતી સાથે ચોપાટ રમે છે. આ જ કારણ છે કે અહીં રાત્રે દરરોજ ચોપાટ પાથરવામાં આવે છે.
આશ્ચર્યની વાત એ છે કે આ મંદિરમાં રાત્રે કોઈ જઈ શકતું નથી આટલું જ નહીં આ જે ચોપાટ હોય છે એ દરરોજ સવારે એવી સ્થિતીમાં જોવા મળે છે કે જાણે કોઇએ તેને રમી હોય. દર વર્ષે શિવરાત્રીના રોજ ભગવાન શિવ માટે નવા ચોપાટ લાવવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.