મહીસાગર જીલ્લા કલેક્ટર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા બનાવટી સહી કરી હુકમ કર્યો હોવાની હકીકતો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીમાં મસમોટું કૌભાંડ, ખોટી સહીઓથી ફુટયો ભાંડો, મચ્યો ખળભળાટ
નકલી કચેરી, નકલી ટોલ નાકુ, નકલી ઘી, અને હવે મહીસાગરમાં નકલી હુકમ સામે આવ્યો છે. નકલી સહીઓ કરી આદિવાસીની જમીનમાં 73AAની એન્ટ્રી રદ કરતો હુકમ કરનાર કલેકટર ઓફિસના ઓપરેટ વિરૂદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ અને પોલીસે તેને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો ત્યારે આદિવાસીઓની જમીન કોણ અને કેવી રીતે હડપવા માંગે છે. સમગ્ર કૌભાંડ પાછળ કોણ છે. તેની ઉંડાણપૂર્વક તપાસ થવી જરૂરી છે. હાલ તો ઓપરેટરને ઝડપી તપાસ હાથ ધરવામાં આવી છે.
મહીસાગર કલેકટર કચેરીના આઉટસોર્સ એજન્સીના કમ્પ્યૂટર ઓપરેટર દ્વારા બનાવટી સહી કરી હુકમ કરી હોવાની હકીકત સામે આવી છે. કલેકટર કચેરી,મહીસાગર-લુણાવાડાની આર. ટી એસ શાખામાં આઉટસોર્સ કંપનીના ઓપરેટર તરીકે ફરજ બજાવતા અતુલ ભોઈ દ્વારા નાયબ મામલતદાર તથા કારકુનની બનાવટી સહી કરી, બનાવટી હુકમ કર્યાનું ધ્યાન પર આવ્યું જેની ગંભીરતાને ધ્યાને રાખી તત્વરીત તપાસ કરતા હકીકત જાણવામાં આવેલ કે, નિયમિત ચાલતા આર.ટી.એસ કેસની જેમ જ પક્ષકારો માટેની મુદત કાઢી પક્ષકારોની સહી મેળવી અને ત્યારબાદ જમીનમાંથી 73AAનું નિયંત્રણ હટાવતો ખોટી સહિથી બારોબાર હુકમ કર્યો છે.
ત્યારબાદ ઓનલાઈન સિસ્ટમ સાથે ચેડા કરી કેસ ડિસપોઝ કરી અરજદારને આ બનાવટી હુકમ પણ આપી દિધો. ત્યારબાદ બનાવટી હુકમની કાચી નોંધ પણ દાખલ કરી દીધી પરંતુ આ બાબતની જાણ લુણાવાડા મામલતદાર કચેરીમાં ઇ ધરા શાખાને હુકમમાં સહી ખોટી જણાતા, તાત્કાલિક કલેકટર કચેરીનુ ધ્યાન દોરતા તેના અનુસંધાને રજીસ્ટર કોમ્પ્યુટર તથા શાખામાં સાધનિક કાગળોની ચકાસણી કરતા આ હુકમ બનાવટી અને ખોટો હોવાનું બહાર આવ્યુ. કલેકટર કચેરી દ્વારા આ બાબતની ગંભીરતાને ધ્યાને લઇ ઓપરેટર અતુલ ભોઈ સામે બનાવટી હુક્મ કરવા તથા સરકારી રેકર્ડ સાથે ચેડા કરવા બદલ તાત્કાલીક પોલીસ ફરીયાદ નોંધી કડકમાં કડક દાખલા રૂપ ફોજદારી કાર્યવાહી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
અત્રે ઉલ્લેખનીય છે કે 7માં મહિનામાં દેડીયાપાડાના ધારાસભ્ય અને આપ નેતા ચૈતર વસાવા જ્યારે મહીસાગરની મુલાકાતે હતા ત્યારે કલેકટર પાસે આ બાબતની માહિતી માંગી હતી અને આદિવાસીઓની જમીન બારોબાર વેચાણ થતી હોવાની આશંકા વ્યક્ત કરી હતી ત્યારે જો આ મામલાની ઊંડાણ પૂર્વક તપાસ થાય તો કોણ છે જેના કહેવાથી હુકમો થયા આની પાછળ માસ્ટર માઈન્ડ કોણ છે અને અગાઉ આવી કેટલી જમીન બારોબાર ખોટા હુકમોથી વેચાણ થઈ તે બાબત બાહર આવે તેમ છે.
આ મામલે પોલીસે તરત પગલાં લઈ કલેકટર કચેરીમાં કામ કરતા ઓપરેટર અતુલ ભોઈને ધરપકડ કરી જેલના હવાલે કર્યો છે પોલીસ દ્વારા તેના કોમ્પ્યુટર તેના ખાતાની તપાસ પણ હાથ ધરવામાં આવી છે વળી અગાઉ કોઈ આ પ્રકારની ગેરરીતિ થઈ છે કે કેમ તેની તપાસ પણ હાથ ધરી છે આ કૌભાંડમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તેની પણ તપાસ હાલ પોલીસ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.