Abhishek Bachchan: પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન સાથે છૂટાછેડાની અફવાઓને કારણે અભિષેક બચ્ચન લાંબા સમયથી ચર્ચામાં છે. હાલમાં તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને હવે તેમના અલગ થવાના સમાચાર જોર પકડી રહ્યા છે.
Abhishek Bachchan Aishwarya Rai Divorce Rumours: અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચે છૂટાછેડાની અફવાઓ ઘણા સમયથી હેડલાઇન્સમાં છે. આ બંને ઘણીવાર કોઈને કોઈ ઈવેન્ટમાં જોવા મળે છે, જો કે બંનેએ હજુ સુધી આ અંગે કોઈ નિવેદન જારી કર્યું નથી. આ દરમિયાન અભિષેકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેણે ચાહકોની ચિંતા વધારી દીધી છે.
અભિષેકના આ વીડિયોએ તેમના અલગ થવાની અફવાઓને વધુ બળ આપ્યું છે. વાસ્તવમાં, અભિષેકનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેમાં તે વેડિંગ રીંગ વિના જોવા મળી રહ્યો છે. ગૈલાટા ઈન્ડિયાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં અભિષેક એક શેરીમાંથી પસાર થતો જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તેણે પિંક સ્વેટશર્ટ અને પેન્ટ પહેર્યું છે. જેમાં તેના હાથમાં વેડિંગ રીંગ નથી જોવ મળી રહી જોકે, ઝી 24 કલાક આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
લગ્નની વીંટી વગર જોવા મળ્યો અભિષેક બચ્ચન
હાલમાં જ એક વીડિયો વાયરલ થયો છે. જે વીડિયોમાં અભિષેક કેમેરાથી દૂર રહેવાનો અને પાપારાઝીઓને નજરઅંદાજ કરતો જોવા મળે છે. અભિષેક અને ઐશ્વર્યાના લગ્નને 17 વર્ષ થયા છે. બંનેએ વર્ષ 2007માં લગ્ન કર્યા હતા. લગ્નના 4 વર્ષ પછી બંનેએ તેમની પુત્રી આરાધ્યાનું સ્વાગત કર્યું. જો કે આ કપલે વર્ષોથી પોતાના સંબંધો અને લગ્ન વિશે ખુલીને વાત કરી નથી, પરંતુ જ્યારથી બંને એકલા રહેવા લાગ્યા છે, ત્યારથી ચાહકોને ચિંતા થવા લાગી છે કે કદાચ બંને વચ્ચે બધુ બરાબર નથી.
અભિષેક-ઐશ્વર્યાના ફેન્સની ચિંતા વધી
થોડા સમય પહેલાં અભિષેક બચ્ચને પણ છૂટાછેડા સાથે જોડાયેલી એક પોસ્ટ શેર કરી હતી, જે બાદમાં તેણે ડિસલાઈક કરી હતી, પરંતુ તેના આમ કરવાથી સોશિયલ મીડિયા પર ઘણી હલચલ મચી ગઈ હતી. હવે બધાની નજર આ કપલ પર ટકેલી છે. જોકે, કપલ આ વિવાદને નજરઅંદાજ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ બધી અફવાઓ પર તેણે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. જુલાઈમાં પણ અંબાણીનાં લગ્નમાં અભિષેક તેના પરિવાર સાથે જોવા મળ્યો હતો, જ્યારે ઐશ્વર્યા પુત્રી આરાધ્યા સાથે અલગ જોવા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.