Cricket Controversy: ક્રિકેટર યુવરાજસિંહના પિતા યોગરાજસિંહ હંમેશાથી પોતાના વિવાદિત બોલ માટે જાણીતા છે. તેમણે અગાઉ ટીમ ઈન્ડિયાના બે વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટનોને ભાંડ્યા હતાં. તેમના વિશે બોલ્યા હતા વિવાદિત બોલ.
Cricket Controversy: સૌ કોઈ જાણે છેકે, ક્રિકેટર યુવરાજસિંહના પિતા યોગરાજસિંહ પણ એક ક્રિકેટર હતા. તેઓને મોકો ના મળ્યો એ મુદ્દો અલગ છે. જોકે, તેનું ખુન્નસ પણ તેમને સખ્ખત હતું. એ જ ખુન્નસને કારણે યુવરાજસિંહને તેના પિતાએ બનાવી દીધો ખતરનાક ક્રિકેટર. જોકે, યુવરાજસિંહના પિતા યોગરાજસિંહ ટીમ ઈન્ડિયાના બે વિશ્વ વિજેતા કેપ્ટનો અંગે અગાઉ વિવાદિત વાતો બોલતા આવ્યાં છે. યોગરાજસિંહે ટીમના લિજન્ડ ખેલાડી અને પૂર્વ કેપ્ટન કપિલ દેવ અને મહેન્દ્રસિંહ ધોની વિશે વિવાદિત નિવેદનો આપ્યાં હતાં.
એવું કહેવાય છેકે, યોગરાજસિંહે એકવાર ગુસ્સામાં આવીને આ ખેલાડીઓને ખુબ ગાળો પણ ભાંડી હતી. જેમાં યોગરાજસિંહે કપિલ દેવને કહ્યું હતુંકે, હું તારી એવી હાલત કરીશ કે દુનિયા તારા પર થૂંકશે. આજે યુવરાજસિંહ પાસે 13 ટ્રોફી છે અને તારી પાસે એક જ વર્લ્ડ કપ છે. કહેવાય છેકે, પોતાના કરિયરની શરૂઆતમાં યોગરાજસિંહને કપિલ દેવે ટીમમાં સ્થાન નહોંતુ આપ્યું. તે સમયથી યોગરાજસિંહ કપિલ દેવ વિશે જબરદસ્ત ખુન્નસ રાખે છે. બીજી બાજુ યોગરાજસિંહે ધોની પર પણ લગાવ્યો હતો ટીમમાં ભેદભાવ અને પોલિટિક્સ કરવા સહિતનો મોટો આરોપ. જેને કારણે તેઓ સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ થયા હતાં.
ધોની અને કપિલ પર વરસ્યા યુવરાજના પિતાઃ
ઉલ્લેખનીય છેકે, યુવરાજસિંહના પિતા મહેન્દ્રસિંહ ધોનીને ઘણીવાર ખરુંખોટું સંભળાવી ચૂક્યા છે અને ફરી એકવાર ધોની પર એવો આરોપ લગાવ્યો છે કે તેના કારણે મારા દીકરાનું કરિયર થયું છે. તે હજુ વધુ 4-5 વર્ષ રમી શકે તેમ હતું. જોકે, ટીમમાં ખેલાયેલાં રાજકારણને કારણના લીધે યુવરાજને વહેલાં ક્રિકેટ છોડવું પડ્યું.
યુવરાજસિંહનો કરિયર રેકોર્ડ:
યુવરાજસિંહે કેન્યા સામે 3 ઓક્ટોબર 2000થી ઈન્ટરનેશનલ ક્રિકેટરમાં એન્ટ્રી કર્યા બાદ ટેસ્ટ અને ટી20 ઈન્ટરનેશન પણ રમ્યો છે. યુવરાજે કુલ 304 ટેસ્ટમાં 14 સદી સાથે 87.67ની એવરેજ સાથે 8701 રન બનાવ્યા છે. જ્યારે 40 ટેસ્ટમાં 1900 અને 231 ટી20માં 27 અડધી સદી સાથે 4857 રન બનાવ્યા છે.
યુવરાજસિંહના પિતા યોગરાજસિંહ ધોની અને કપિલ દેવનું નામ લઈને અનેકવાર વિવાદિત નિવેદનો આપતા આ્વ્યાં છે. યુવરાજસિંહના પિતા ધોની અને કપિલ દેવ પર જે રીતે વરસી પડ્યા તે હાલ ચર્ચામાં છે. પરંતુ આ બધાની વચ્ચે હવે યુવરાજસિંહે પિતા યોગરાજસિંહની માનસિક સ્થિતિ અંગે શું કહ્યું હતું તે વાયરલ થઈ રહ્યું છે. આ બધાની વચ્ચે યુવરાજસિંહનું જૂનું ઈન્ટરવ્યૂ વાયરલ થઈ રહ્યું છે. જેમાં યુવરાજે પોતાના પિતા માટે જે શબ્દો કહ્યા હતા તે મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.
પિતાના નિવેદન અંગે યુવરાજે શું કહ્યું:
યુવરાજસિંહના પિતાએ જે કંઈ ધોની માટે કહ્યું તે અંગે ખેલાડીએ કંઈ કહ્યું નથી પરંતુ તેના જૂના ઈન્ટરવ્યૂની ક્લિપ વાયરલ થઈ રહી છે જેમાં યુવરાજે પોતાના પિતાની માનસિક સ્થિતિ અંગે વાત કરી છે. યોગરાજનો ઈન્ટરવ્યૂ વાયરલ થયો ત્યારે પણ લોકોએ તેમની માનસિક સ્થિતિ અંગે સવાલ ઉભા કર્યા હતા.
પિતાને મગજની તકલીફ હોવાની યુવરાજની કબૂલાતઃ
રિપોર્ટ્સ મુજબ યુવરાજસિંહે 9 મહિના પહેલા ટીઆરએસ પોડકાસ્ટમાં પોતાના પિતા અંગે વાત કરી હતી. જેમાં યુવરાજે કહ્યું હતું કે, પિતાને મગજની તકલીફ છે, પરંતુ તેઓ તેને સ્વીકારવા માગતા નથી, પરંતુ મને લાગે છે કે કંઈક એવું છે જેના પર તેઓએ ધ્યાન આપવાની જરુર છે, તેઓ તેને સ્વીકારતા નથી કે તેમને થેરેપીની જરુર છે, પણ તેઓ સ્વીકારતા નથી. આ એવું છે જેને તમે બદલી શકો નહીં
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.