ગુજરાતમાં 24 કલાકમાં 198 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ભરૂચનાં વાલિયામાં સૌથી વધુ જ્યારે વલસાડ તાલુકામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો.
1. 24 કલાકમાં 198 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 198 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ભરૂચનાં વાલિયામાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે નેત્રંગમાં 5 ઈંચ, સુરતનાં મરપાડામાં 4.9 ઈંચ, જ્યારે વલસાડ તાલુકામાં 4 ઈંચ, મહેસાણાનાં જોટાણામાં 3.8 ઈંચ, સુરતનાં પલસાણામાં 3.7 ઈંચ, સુરત શહેરમાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો.
2. વલસાડનાં તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ
વલસાડ જીલ્લામાં ફરી મેઘરાજાનાં મંડાણ થયા હતા. જીલ્લાનાં તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.ઉંમરગામમાં 2 ઈંચ, ધરમપુરમાં 1.37 ઈંચ, વલસાડમાં 1.69 ઈંચ, પારડીમાં 2.44 ઈંચ, વાપીમાં 2.16 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો
3. નીચાણવાળા વિસ્તોરમાં પાણી ભરાયા
ભરૂચ જીલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કસક સર્કલ વિસ્તારમાં પાણી ભરાતા રોડ જળમગ્ન થયો હતો. રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
4. દાહોદમાં જામ્યો વરસાદી માહોલ
દાહોદ જીલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. દાહોદનાં લીમડી, ઝાલોદ, કારઠ, વરોડ, સીમળખેડી સહિતનાં વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. વહેલી સવારથી જીલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો
5. ખેતરો બેટમાં ફેરવાયા
રાજકોટનાં ધોરાજીનાં ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ હતી. તોરણીયા ગામમાં ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. જેથી કપાસ, મગફળી, સોયાબીન, એરંડા, તુવેર સહિતનાં પાકમાં નુકશાન થયું હતું. અનરાધાર વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાયા હતા. પાણી ઓસરતા તારાજીનાં દ્રશ્યો સામે આવ્યા છે. ચાલુ વર્ષે વરસાદને કારણે ખેડૂતોને સતત ત્રમ વખત વાવેતર કરવું પડ્યું હતું. તેમજ ખેડૂતોને વીઘા દીઢ રૂપિયા 7 થી 8 હજારનો ખર્ચ થયો હતો. ખેડૂતોએ સરકાર પાસે મદદની માંગ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.