અફવા-આગાહીઓ છોડો! ગુજરાતમાં આગામી 5 દિવસમાં ક્યાં છે સૌથી મોટો ખતરો?
Gujarat Rainfall Update: છેલ્લા ત્રણ દિવસથી ઉત્તર ગુજરાતમાં વરસાદે આંશિક વિરામ લીધો હતો. પરંતુ 3 દિવસથી વરસાદે ઉત્તર ગુજરાતમાં ફરીથી એન્ટ્રી કરી છે. બંગાળની ખાડીમાં બનેલા ડિપ્રેશનના કારણે ઉત્તર ગુજરાતમાં સોમવારે સાંજથી જ વરસાદની(Gujarat Rainfall Update) શરૂઆત થઈ છે, જેમાં હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે ગુરુવારે સવારથી જ વરસાદે ભારે બેટિંગ શરૂ છે, જેમાં મુશળધાર વરસાદ હાલ મહેસાણામાં પડી રહ્યો છે.બનાસકાંઠા, મહેસાણા અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.
ભારેથી અતિભારે વરસાદ વરસશે
તેમણે કહ્યું હતું કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા 10 સપ્ટેમ્બરના રોજ ડીપ ડિપ્રેશન સર્જાશે. પંચમહાલ, સાબરકાંઠા, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. ડીપ ડિપ્રેશનથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસશે. બંગાળના ઉપસાગરમાં 7થી 8 સપ્ટેમ્બરના રોજ સિસ્ટમ બનશે. 10 સપ્ટેમ્બર સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. આ સિસ્ટમથી મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. ઉત્તર ગુજરાત, કચ્છના ભાગોમાં વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં બનેલું ડીપ્રેશન આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર પરથી આગળ વધીને નબળું પડી ગયું અને હવે તે લૉ-પ્રેશર એરિયા બની ગયું છે. જે હવે મધ્ય પ્રદેશ અને રાજસ્થાન પર પહોંચ્યું છે એટલે કે તે ગુજરાતની નજીક છે, જેની અસર હજી આગામી દિવસોમાં ગુજરાતમાં જોવા મળે તેવી શક્યતા છે.
ગુજરાતમાં બારેય મેઘ ખાંગા! અમદાવાદમાં 8 ઈંચ તો ભરૂચમાં 12 ઈંચ ખાબક્યો
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી; અગામી 3 દિવસ આ જિલ્લાઓને ધમરોળશે મેઘરાજા
24 કલાક બાદ વરસાદનું જોર ઘટશે: બનાસકાંઠા અને પાટણમાં ધોધમાર વરસાદનાં એંધાણ, 14 જિલ્લામાં યલો એલર્ટ
ગુજરાત માટે 7 દિવસ અતિભારે, આજે સુરત-ભરૂચ રેડ ઝોનમાં: એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતાં ફરી મેઘતાંડવનો
સિઝનના સરેરાશ 116 ટકાથી વધુ વરસાદ નોંધાયો
ગુજરાતમાં આ વર્ષે અત્યાર સુધીમાં સિઝનના સરેરાશ 116 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હજુ પણ વરસાદ ચાલુ છે. ત્યારે હવામાન વિભાગે ફરી આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. રાજ્યમાં હાલની સ્થિતિમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.
ઉભા પાકને ભારે નુકસાની થઈ શકે તેઓ માહોલ
હવામાન વિભાગના ટૂંકા ગાળાના અનુમાન મુજબ, ગુજરાતના 10 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના મતે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા એમ ઉત્તર ગુજરાત વરસાદમાં ભીંજાઈ શકે છે. વરસાદની આગાહી તેમ જ વધારે પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ પ્રસર્યો છે, આ ઉપરાંત ઉભા પાકને ભારે નુકસાની થઈ શકે તેઓ માહોલ સર્જાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.