તાજેતરમાં અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં પડેલ વરસાદથી ખેતીનાં પાકને ભારે નુકસાન થવા પામ્યું હતું. હાલ વરસાદે વિરામ લેતા અમદાવાદ કૃષિ વિભાગ દ્વારા નુકસાનીનો સર્વે શરૂ કરાયો છે.
રાજ્યમાં પડેલ વરસાદથી ખેતીને ભારે નુકસાન થવા પામ્યું હતું. જેથી ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે અમદાવાદ જીલ્લામાં કૃષિ વિભાગ દ્વારા નુકસાનીનો સર્વે શરૂ કરાયો છે. જેમાં કૃષિ વિભાગ દ્વારા 9 તાલુકાનાં 480 ગામમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ટીમો બનાવવામાં આવી
કૃષિ વિભાગ દ્વારા પાક નુકસાનીનાં સર્વે માટે 34 ટીમો બનાવવામાં આવી છે. આ ટીમ દ્વારા 3 લાખ હેક્ટર જમીનમાં સર્વે કરવામાં આવશે. ત્યારે સાણંદમાં 42 હેક્ટર જ્યારે ધોળકામાં 41 હજાર હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.
ક્યાં ક્યાં સર્વે શરૂ કરાયો
ટીમ દ્વારા બાવળા, ધંધુકા, બગોદરા, દસક્રોઈ અને ધોલેરા, માંડલ, સાણંદ સહિતનાં વિસ્તારોમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ જીલ્લામાં કુલ 1.51 લાખ હેક્ટરમાં ડાંગરનું વાવેતર થવા પામ્યું હતું.
અતિવૃષ્ટિથી 4 હજાર ગામમાં ખેતીને નુકસાન થવા પામ્યું
રાજ્યમાં તાજેતરમાં પડેલ વરસાદે ભારે તારાજી સર્જી છે. અતિવૃષ્ટિથી 4 હજાર ગામમાં ખેતીને નુકસાન થવા પામ્યું હતું. તેમજ 12 જીલ્લાનાં 4 હજાર ગામમાં ખેતીને નુકસાન થવા પામ્યું છે. જેમાં મગફળી, શેરડી, ડાંગર, શાકભાજીનાં પાક સહિત કપાસ, મકાઈ, તલ, દીવેલા, ડુંગળીનાં પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તેમજ 600 જેટલી કૃષિ વિભાગની ટીમ હાલમાં સર્વેની કામગીરી કરી રહી છે. તેમજ વરસાદ ન આવે તો ઝડપથી સર્વે પૂર્ણ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.