- સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની મંગળવારે યોજાયેલી બેઠકમાં ભારતે તેના ખાસ મિત્ર ઈઝરાયેલ વિરોધી વલણ અપનાવ્યું હતું. ભારતે પોતાના વલણ પર યથાવત રહેતા પેલેસ્ટાઈનવાસીઓના આત્મ-સંકલ્પના અધિકાર સાથે સંબંધીત પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. ભારત સહિત 165 દેશોએ પેલેસ્ટાઈનના પક્ષમાં મતદાન કર્યું હતું. માત્ર ઈઝરાયેલ, અમેરિકા, નાઉરૂ, માઈક્રોનેશિયા અને માર્શલ આઈલેંડે જ આ પ્રસ્તાવની વિરૂદ્ધ મતદાન કર્યું હતું.
ઓસ્ટ્રેલિયા, ગુએંટેમાલા અને રવાંડા સહિતના 9 દેશોએ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો નહોતો. આ પ્રસ્તાવ ઉત્તર કોરિયા, મિશ્ર, નિકારગુઆ, ઝિમ્બાબ્વે અને પેલેસ્ટાઈન દ્વારા લાવવામાં આવ્યો હતો. પ્રસ્તાવ પર 19 નવેમ્બરે મતદાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ મતદાન વિવાદીત પેલેસ્ટાઈન વિસ્તારમાં ઈઝરાયેલી વસવાટને લઈને અમેરિકાની પોતાની નીતિ બદલ્યાના એક દિવસ બાદ જ કરાવવામાં આવ્યું હતું. અમેરિકાએ કબજા વાળી વેસ્ટ બેંક પર ચાર દાયકાથી પોતાની જુની વિદેશ નીતિમાં યૂટર્ન લીધો છે. આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે વેસ્ટ બેંકમાં ઈઝરાયેલ તરફથી કરવામાં આવેલો વસવાટ ગેરકાયદે છે પણ ઈઝરાયેલ આવુ માનવા તૈયાર નથી. ઈઝરાયેલના આ વલણનું બે દિવસ પહેલા જ અમેરિકાએ સમર્થન કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.