એક સપ્ટેમ્બરે નવો મોટર વ્હીકલ એક્ટ લાગૂ થયા બાદ અત્યાર સુધી ચલાનથી આશરે 577 કરોડની કમાણી થઇ છે. જાણકારી મુજબ નવા કાયદો લાગૂ થયા બાદ 38 લાખથી વધારે ચલાન કાપવામાં આવ્યા છે આ જાણકારી રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીઓ લોકસભામાં આપ્યું છે.
લોકસભામાં જાણકારી આપતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ સંખ્યા કોર્ટેને મોકલવામાં આવેલા ચલાનના આધાર પર છે. વાસ્તવ રાજસ્વ અલગ હોઇ શકે છે. તેમણે કહ્યું કે એનાઇસીના વાહન અને સારથી પર ઉપલબ્ધ ડેટાબેસ અનુસાર 18 રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોમાં કુલ 38,39,406 મેમો ફાડવામાં આવ્યા. તેમણે કહ્યું કે આ ચલાનો દ્વારા 5,77,51,79,895 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો.
તેમણે કહ્યું કે આ ડેટા ચંડીગઢ પોંડુચેરી. અસમ, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, ઓરિસ્સા, દિલ્હી, રાજસ્થાન, બિહાર, દાદરા અને નાગર હવેલી, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ, તમિલનાડુ, ગુજરાત, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ અને હરિયાણા રાજ્યોનું છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે નવો મોટર વ્હીકલ એક્ટ લાગૂ થયા બાદ સૌથી વધારે ચલાન 14,13,996 તમિલનાડુમાં આપવામાં આવ્યા. જ્યારે સૌથી ઓછી સંખ્યા ગોવામાં 58 છે. હાલમાં સરકારે સંસદમાં કહ્યું હતુ કે કોઇપણ રાજ્યા તરફથી નવા નિયમ લાગૂ ન કરવાની જાણકારી તેમની પાસે નથી. જોકે, સરકારે કહ્યું કે નિયમઅનુસાર ઘણા રાજ્યોએ દંડની રકમ ઘટાડી દીધી છે. તમને જણાવી દઇએ કે 1 સપ્ટેમ્બર 2019થી આખા દેશમાં ટ્રાફિક નિયમના ઉલ્લંઘન પર નવા અને કડક નિયમ લાગૂ થઇ ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.