ખરેખર હવે તો હદ થાય છે પતિને 6 મિત્રો પાસે મોકલી પતિએ કહ્યું એમને ખુશ કરી આવ તો મારું દેવું ચૂકતે થઈ જાય… પત્ની માટે આનાથી ખરાબ સમય કયો હોઈ શકે. એક પતિ જ પોતાની પત્નીને લઈને પોતના મિત્રો પાસે. ગુજરાતમાં સંબંધોને લજવતી એક ઘટના સામે આવી છે. જેને પગલે પોલીસ પણ ચોંકી ગઈ છે. પત્નીએ આ અંગે એસપીને રજૂઆત કરતાં વરતેજ પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે. પતિ પત્ની વચ્ચેના સંબંધને લજવતા આ કિસ્સાએ ગુજરાતમાં ભારે ચકચાર જગાવી દીધી છે. પોલીસે આ કેસમાં પત્નીની અરજીને ધ્યાને લઈને તમામ શકમંદોની કોલડિટેઈલ મંગાવી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગતો એવી છે કે, ભાવનગરમાં પતિ પત્ની વચ્ચેના સંબંધોને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. પતિને દેવું થઈ જતા પત્નીને મિત્રો સાથે સબંધ બાંધવા માટે એક પતિ દબાણ કરવા લાગ્યો હતો. મિત્રો પણ એટલા નફ્ફટ નીકળ્યા કે તેઓએ દેવા પેટે મિત્રની પત્ની સાથે રાત ગુજારવાની ફરમાઈશ કરી દીધી હતી. ગુજરાતમાં હવે સંબંધોની કોઈ કિંમત રહી ન હોવાનો આ કિસ્સો સામે આવ્યો છે. એક પતિ જ પોતાની પત્નીને બુધેલ ખાતે વાડીમાં લઈ ગયો હતો. જ્યાં પહેલાંથી જ હજાર પતિના 6 મિત્રો સાથે પત્નીને સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. પોતાના પતિ દ્વારા પત્નીને વેશ્યા જેવો ધંધો કરાવવાની કોશિષ થતાં પત્ની ચોંકી ગઈ હતી.
પતિએ નફટાઈની હદ વટાવી પત્નીને સમજાવાની કોશિષ કરી હતી કે તે તેના મિત્રો સાથે સંબંધ બાંધશે તો તેનું દેવું ચૂકતે થઈ જશે. પતિએ આ મામલે પત્નીને સમજાવાની પણ કોશિષ કરી હતી. જોકે, એક પત્નીએ આ પ્રકારનું શરમજનક કૃત્ય કરવા માટે આનાકાની કરતાં આખરે આ ગેંગે તેની સાથે જબરદસ્તી કરવાની કોશિષ કરી હતી. ના છૂટકે એમને મહિલાને ઝેરી દવા પીવડાવાનો પણ ટ્રાય કર્યો હતો. જોકે, બળજબરી છતાં મહિલા બુધેલ ખાતે આવેલ વાડીમાંથી પોતાનો જીવ બચાવી ભાગી છૂટી હતી. આખરે એક પત્ની સાથે થયેલા આ પ્રકારના ખરાબ બનાવ બાદ પત્નીએ પોતાની સાથે આચરવામાં આવેલા કૃત્યને લઈને પતિ વિરુદ્ધ એસ.પી કચેરી ખાતે રજુઆત કરી હતી.
પોલીસ પણ એક પતિ દ્વારા આ પ્રકારના કૃત્યને લઈને ચોંકી ગઈ હતી. પોલીસે આ કેસમાં પતિ વિરુદ્ધ અરજીના અનુસંધાને તમામ શકમંદોની કોલ ડિટેઇલ મંગાવી છે. આ કેસમાં વરતેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આગામી દિવસોમાં આ પ્રકરણમાં મોટા નામ ખૂલે તો નવાઈ નહીં. દેવું ચૂકવવા માટે ખુદની પત્નીને 6 મિત્રોને હવાલે કરી દેવાના આ પ્રકરણે ભારે ચકચાર જગાવી છે. આ કેસમાં પોલીસ તપાસ બાદ વધુ ચોંકાવનારી વિગતો બહાર આવે તો નવાઈ નહીં…..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.