Ganesha Mandir: હાલમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ચાલી રહ્યો છે. લોકો રંગેચંગે ઉજવણી કરી રહ્યા છે. ત્યારે આજે આપણે વાત કરીશું ગણપતપુરાના ગણપતિ મંદિરની. સાથે જ તેનો ઈતિહાસ પણ જણાવીશું. ગણપતપુરા કે ગણેશપુરા તરીકે ઓળખાતું ગણેશ મંદિર ધોળકાની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે. આ મંદિર ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે. આ મંદિરમાં ગણેશજીની (Ganesha Mandir) સ્વંયભૂ મૂર્તિના દર્શન થાય છે.
ભક્તોની દરેક મનોકામના દાદા પૂર્ણ કરે છે
અમદાવાદના ધોળકા જિલ્લામાં આવેલુ ગણેશપુરા મંદિર કે જેને કોઠના ગણપતિ, ગણિપતિ પુરાા નામે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર અમદાવાદથી 62 કિમી દૂર ધોળકા ખાતે આવેલુ છે. જે અલૌકિક મંદિર છે. અહીં આવનારા ભક્તોની દરેક મનોકામના દાદા પૂર્ણ કરતા હોવાનું શ્રદ્ધાળુઓ જણાવે છે. આ મંદિરની ખાસ વાત એ છે અહીં જમણી બાજુ સૂંઢ ધરાવતા ગણેશજી બિરાજમાન છે. તેમજ એક દંત અને સ્વયં ભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે. આ મૂર્તિની લંબાઇ છ ફૂટ છે.
લાલ પથ્થરમાંથી બનેલુ છે મંદિર
અહીં તમે જાઓ એટલે દાદાની ભવ્ય મૂર્તિના અલૌકિક દર્શન થાય. આ મંદિરમાં પ્રવેશ કરવા માટે લાંબુ ચાલવુ પડે છે પછી દાદાના દર્શન થાય છે. મંદિરનું પ્રવેશદ્વાર કલાત્મક અને આકર્ષક લાલ પથ્થરોથી બનેલું છે. અહીં ભક્તો દાદાને જાસૂદનો હાર ચઢાવે છે. કારણ કે ગણેશજીને લાલ રંગના જાસૂદ અતિપ્રિય છે. દાદાને બુંદી અને ચુરમાના લાડુ ધરાવવામાં આવે છે. ગણેશપુરામાં કેળાં ની વફેર માટે સમગ્ર ગુજરાતમાં વખણાય છે. અહીં તમને ગરમા ગરમ લાઇવ કેળાની વેફર મળી રહે છે.
સોનાના આભૂષણો સાથે મળી આવી હતી મૂર્તિ
મળતી માહિતી અનુસાર કહેવામાં આવે છે કે વિક્રમ સંવત 933 અને રવિવારના દિવસે અષાઢ મહિનાના વદ પક્ષ (અષાઢ 4) ના ચોથા દિવસે ગણેશજીની મૂર્તિ પગમાં સોનાની પાયલ પહેરેલી મળી આવી હતી. કાનમાં બુટ્ટી, તેના કપાળ પરનો મુગટ, અને એકંદરે તે દાગીના સાથે મૂર્તિ જમીનમાંથી મળી આવી હતી.
મૂર્તિને રાખવા માટે ગ્રામજનો વચ્ચે ઝઘડો થયો. જો કે તે પછી મૂર્તિને ગાડામાં મૂકવામાં આવી અને ગાડુ બળદ વિના જ ચાલવા લાગ્યુ હતું. ગાડુ ગણપતિપુરાના ઊંચા ભાગમાં આવીને ઉભી રહી અને ત્યાં જ તેની સ્થાપના કરવામાં આવી. ત્યારથી આ સ્થાનને ગણપતિપુરા તરીકે ઓળખવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.