તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધીએ વર્ષો પછી ટીવી પર કમબેક કર્યું છે તે ‘પુષ્પા ઇમ્પોસિબલ’માં નેગેટિવ રોલમાં જોવા મળશે.
ભવ્ય ગાંધીએ સૌથી લાંબી ચાલતી સિટકોમ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘ટપ્પુ’ની ભૂમિકા ભજવીને ઘણી લોકપ્રિયતા મેળવી હતી. જોકે, તેણે થોડા વર્ષો પહેલા આ શો છોડી દીધો હતો. તારક મહેકાની ટપ્પુ ઉર્ફે ભવ્ય ગાંધી ફરી એકવાર ટીવી પર કમબેક કરવાની તૈયારી કરી રહી છે. ચાલો જાણીએ ભવ્ય કઈ સિરિયલમાં જોવા મળશે?
નેગેટિવ રોલમાં જોવા મળશે ભવ્ય ગાંધી
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો ટપ્પુ ઉર્ફે એક્ટર ભવ્ય ગાંધી હવે શો ‘પુષ્પા ઈમ્પોસિબલ’માં એક સાઇકોટિક એન્ટાગોનિસ્ટ પ્રભાસના પાત્રમાં જોવા મળશે. આ શોમાં ભવ્ય એકદમ અલગ અવતારમાં જોવા મળશે. શોમાં ભવ્ય પુષ્પા (કરુણા પાંડે) અને તેના પરિવારના જીવનમાં ખતરો બનીને એન્ટ્રી કરે છે. એક સાઇકોટિક એન્ટાગોનિસ્ટ તરીકે તેમનું પાત્ર બદલો લેવા અને વિનાશની શોધમાં છે અને આ ટપ્પૂ તરીકેની તેની અગાઉની નિર્દોષ અને તોફાની ભૂમિકાથી ઘણું અલગ છે.
ભવ્યએ તેના કમબેક શો વિશે શું કહ્યું?
શોમાં તેના રોલ વિશે વાત કરતા ભવ્યે કહ્યું, “પ્રભાસની ભૂમિકા ભજવવી એ મારા માટે એક શાનદાર અનુભવ છે કારણ કે હું પહેલીવાર નકારાત્મક ભૂમિકા ભજવી રહ્યો છું અને આ રોલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નિર્દોષ ટપ્પુની ભૂમિકા કરતા ઘણો અલગ છે.” આગળ વાત કરતા ભવ્યએ જણાવ્યું કે પ્રભાસ અનપ્રેડિક્ટેબલ છે. બહારથી તે શાંત દેખાય છે પણ અંદરથી તે એક શેતાન છે. હોમ ચેનલ સોની સબ પર આવા જટિલ પાત્ર સાથે ટેલિવિઝન પર પાછા ફરવું મારા માટે અતિ રોમાંચક છે.”
શું છે શોની વાર્તા
અવ્યવસ્થિત વર્તન અને વિચિત્ર સ્વભાવ ધરાવતા પ્રભાસનો શાંત સ્વભાવ તેનો સૌથી પરેશાન કરી દે એવો ગુણ છે. તે પોતાનો અવાજ ઉઠાવતો નથી, પરંતુ તેની અંદર એવી અશાંતિ છે જે તેની આસપાસના લોકોને અસ્વસ્થ બનાવી નાખે છે. તે એક ક્ષણે ચાર્મિંગ અને નમ્ર બની શકે છે, પરંતુ બીજી ક્ષણે ખતરનાક અને ડરામણો બની શકે છે. તેનો અણધાર્યો સ્વભાવ તેની આસપાસના લોકોને પરેશાન કરી નાખે છે, તેનો મૂડ ક્યારે બદલાશે તે તેઓ જાણતા નથી. તે અશ્વિન પાસેથી બદલો લેવા માંગે છે, જે તેની બહેન રાશિને ટ્રોલ કર્યા પછી પ્રભાસનો સામનો કરે છે. જણાવી દઈએ કે ‘પુષ્પા ઇમ્પોસિબલ’ સોની સબ પર ટેલિકાસ્ટ થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.