આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 398 પોઈન્ટના ઘટાડા સાથે 81,523 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 123 પોઈન્ટના ઘટાડા સાથે 24,918 પોઈન્ટ પર બંધ થયો હતો.
બે દિવસની શાનદાર વૃદ્ધિ બાદ ભારતીય શેરબજારની તેજી પર બ્રેક લાગ્યો છે. બુધવારના કારોબાર સત્રમાં બપોર પછી રોકાણકારો દ્વારા વેચવાલીને કારણે બજાર ગબડ્યું હતું.. દિવસની સર્વોચ્ચ સપાટીથી સેન્સેક્સ 700 પોઈન્ટ અને નિફ્ટી 230 પોઈન્ટ તૂટ્યો હતો. એનર્જી, ઓઈલ એન્ડ ગેસ અને બેન્કિંગ શેરોમાં વેચવાલીથી બજારમાં આ ઘટાડો જોવા મળ્યો છે.
આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 398 પોઈન્ટના ઘટાડા સાથે 81,523 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 123 પોઈન્ટના ઘટાડા સાથે 24,918 પોઈન્ટ પર બંધ થયો હતો.
રોકાણકારોને રૂ. 2 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે
માર્કેટમાં પ્રોફિટ બુકિંગના કારણે રોકાણકારોને આજના ટ્રેડિંગ સેશનમાં નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 463.49 લાખ કરોડ પર બંધ થયું હતું, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 461.23 કરોડ હતું. આજના વેપારમાં માર્કેટ કેપમાં રૂ. 2.26 લાખ કરોડનો ઘટાડો થયો છે.
નિફ્ટીના 50 શેરોમાંથી 37 શેરો નુકસાન સાથે બંધ થયા
સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 10 શેરો જ ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 20 નુકસાન સાથે બંધ થયા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 13 શેરો ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 37 શેરો નુકસાન સાથે બંધ થયા હતા.
કયા શેરોમાં ઉછાળો અને કયામાં ઘટાડો ?
વધતા શેરોમાં એશિયન પેઇન્ટ્સ 2.18 ટકા, બજાજ ફાઇનાન્સ 1.57 ટકા, સન ફાર્મા 0.88 ટકા, HUL 0.58 ટકા, HCL ટેક 0.39 ટકા, બજાજ ફિનસર્વ 0.37 ટકા, ITC 0.19 ટકા, એક્સિસ બેન્ક 0.08 ટકા, ભારતી એરટેલ 0.05 ટકા તેજી સાથે ક્લોઝ થયો છે.
ઘટતા શેરોમાં ટાટા મોટર્સ 5.77 ટકા, NTPC 1.56 ટકા, અદાણી પોર્ટ્સ 1.53 ટકા, L&T 1.51 ટકા, SBI 1.45 ટકા, JSW સ્ટીલ 1.42 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.