વડોદરા: ગુજરાતમાં ભારે વરસાદ બાદ ઘણા જિલ્લાઓમાં પૂરની સ્થિતિ ઉભી થઈ હતી. ત્યારે ભારે વરસાદ પછી વડોદરામાં વિશ્વામિત્રી નદીએ વિનાશ વેર્યો હતો. વડોદરામાં ભારે વરસાદ પછી પૂર આવ્યું હતું, જેમાં જીનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું અને લોકોને આમાંથી બહાર આવતા ઘણા દિવસો લાગી ગયા હતા. ત્યારે હવે વડોદરામાં પૂરે વેરેલા વિનાશ બાદ સરકારે સહાયની જાહેરાત કરી છે.
સરકારે કરેલી સહાયની જાહેરાત પ્રમાણે લારીધારકને રુપિયા 5 હજારની સહાય મળશે, જયારે 40 સ્ક્વેર ફૂટ સુધીની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક રૂપિયા 20 હજારની સહાય મળશે. ઉપરાંત 40 સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકને ઉચ્ચક રૂપિયા 40 હજારની રોકડ સહાય મળશે.
સાથે જ નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને ઉચ્ચક રૂપિયા 85 હજાર રોકડ સહાય મળશે. તો માસિક ટર્નઓવર રૂપિયા 5 લાખથી વધુ હોય તેવી મોટી દુકાનના ધારકને રૂપિયા 20 લાખ સુધીની લોન મળશે, જે લોન પર 3 વર્ષ સુધી વ્યાજસહાય 7%ના દરે રૂપિયા 5 લાખની મર્યાદામાં આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.