Gujarat Weather: આગાહીકારોના મતે જેમ જેમ નર્મદા ડેમની સપાટીમાં વધારો થશે તેમ ગુજરાતની ચિંતામાં વધારો થશે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોને મોટું જોખમ છે. જો ડેમ ઓવરફ્લો થાય તો પરિસ્થિતિ વિકટ બની શકે છે.
આવી ગઈ મોટી આગાહી! ભાદરવી પૂનમની આસપાસ ગુજરાતનું મોસમ બદલાશે, નવરાત્રિમાં તો ચારેય બાજુથી તૂટી જ પડશે વરસાદ…ઉત્તર ગુજરાતના દાંતા અને બનાસકાંઠા સિટી વિસ્તારમાં ભારે વરસાદનું આગાહી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 16 સપ્ટેમ્બર સુધી વરસાદ રહેશે. ભાદરવી પૂનમની આસપાસ ગુજરાતનું હવામાન પલટાશે. તો નવરાત્રિમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.
ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમની સપાટી 135.67 મીટરે પહોંચી છે. જેના કારણે નર્મદા ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. ખાસ કરીને તંત્ર દ્વારા વડોદરા, ભરૂચ અને નર્મદા સહિત ચાર જિલ્લાઓના 42 ગામને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે.
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી 24 કલાક ગુજરાત પર ભારે રહેશે. કારણકે, હાલ ગુજરાત પર એક સાથે 3-3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. જેને પગલે આગામી 24 કલાક ભારે વરસાદની સંભાવના છે.
ભારે વરસાદને કારણે નર્મદા ડેમની સપાટી હાલ 135 મીટરને પાર પહોંચી ગઈ છે. નર્મદા નદીમાંથી પાણી છોડાવવાને કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
ઉપરવાસમાંથી 2,12916 ક્યુસેક પાણીની આવક નર્મદા નદીમાં થઇ છે. નર્મદા નદીમાં કુલ 2,12,457 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેના કારણે હાલ નર્મદા ડેમની સપાટી 135.67 મીટરે પહોંચી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યુ છે કે, અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે, આજથી હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. હમણાં એક ડીપ ડિપ્રેશન બની રહ્યું છે. જેના કારણે બિહાર, ઓરિસ્સા, વિશાખાપટ્ટનમના માર્ગો, ઝારખંડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. પૂર્વ મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અહીં પૂરની સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે. પૂર્વ મધ્યપ્રદેશમાં 10 કે 12 ઇંચ જેટલો પણ વરસાદ થવાની શક્યતા રહેશે. નર્મદા નદીના જળ સ્તરમાં વધારો થશે. વરસાદ આ વખતે નવરાત્રિની મજા બગાડી શકે છે.
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આજે 12મી તારીખે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમા તથા સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં, થોડા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહીમાં જણાવ્યું છે કે, હમણાં રાજ્યમાં કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય નથી. જેના કારણે ભારે કે સારા વરસાદો થાય તેવી અપેક્ષાઓ હમણાં રાખવાની નથી. અત્યારે મોટાભાગની સિસ્ટમો આપણા પરથી પસાર થઈને અમુક સિસ્ટમો બંગાળની ખાડીમાંથી બનીને મધ્યપ્રદેશ પરથી ઉત્તર ભારત તરફ જઈ રહી છે. જેના કારણે 850 એચપીએ લેવલ અને 700 એચપીએ લેવલે અમુક પ્રકારના ભેજ છે. જેના કારણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં ભારેથી અતિભારે ઝાપટાં જોવા મળશે. સારો વરસાદ નહીં, પણ મધ્યમથી ભારે અને અમુક જગ્યાએ અતિભારે ઝાપટાંઓ જોવા મળશે. તે પણ છૂટાછવાયા વિસ્તારમાં હશે. તે સિવાયના વિસ્તારોમાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.