Ghaziabad Viral Video Latest News : બે દિવસ પહેલા એક મીઠાઈની દુકાનના સમોસામાંથી દેડકાનો પગ મળી આવવાની ઘટના બાદ હવે એક જ્યુસની દુકાન પર જ્યુસમાં પેશાબ ભેળવીને તેનું વેચાણ કરવાનો આરોપ
Ghaziabad Viral Video : ઉત્તર પ્રદેશથી શુક્રવારે સાંજે લોની બોર્ડર પોલીસ સ્ટેશન વિસ્તારની ઈન્દ્રપુરી કોલોનીથી એક ચોંકાવનારા સમાચારની સાથે એ ઘટનાનો વિડીયો પર સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્ય. વાસ્તવમાં બે દિવસ પહેલા ગાઝિયાબાદની એક પ્રખ્યાત મીઠાઈની દુકાનના સમોસામાંથી દેડકાનો પગ મળી આવવાની ઘટના બાદ એક જ્યુસની દુકાન પર જ્યુસમાં પેશાબ ભેળવીને તેનું વેચાણ કરવાનો આરોપ સામે આવ્યો છે. આ તરફ હવે આ ઘટનાને લઈ સવાલ ઊભા થઈ રહ્યા છે કે, કેટલા સમયથી રસમાં પેશાબ ભેળવવાનું કામ ચાલતું હતું ? જોકે પોલીસે આ કેસમાં એક સગીર સહિત બે લોકોની ધરપકડ કરી છે.
આવો જાણીએ શું છે સમગ્ર મામલો ?
વિગતો મુજબ લોની બોર્ડર પોલીસ સ્ટેશન વિસ્તારની ઈન્દ્રપુરી કોલોનીમાં ખુશી જ્યુસ કોર્નર નામની એક દુકાન છે. થોડી જ વારમાં શુક્રવારે સાંજે ત્યાં ભીડ એકઠી થઈ ગઈ. દાવો કરવામાં આવે છે કે, કેટલાક લોકોએ જ્યુસ કોર્નરમાં કામ કરતા છોકરાઓને બોટલમાં પેશાબ લઈ જતા જોયા હતા. તેમણે દુકાનદાર અને તેના સગીર કર્મચારી પર જ્યૂસમાં પેશાબ ભેળવીને વેચવાનો આરોપ લગાવ્યો હતો. જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. લોકોએ હોબાળો મચાવ્યો અને બંનેને પકડી લીધા. લોની બોર્ડર પોલીસ સ્ટેશનને માહિતી આપવામાં આવી હતી. લોની પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને દુકાનમાંથી એક બોટલમાં પેશાબ કબજે કર્યો.
હવે જાણો શું કહ્યું આરોપીએ ?
આ સમગ્ર ઘટનામાં પોલીસે સગીર સહિત બંનેને પકડી લીધા હતા. આ મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે, દુકાનમાં અને તેની આસપાસ પેશાબ કરવાની જગ્યા નથી. તેને દૂર જવું પડ્યું. એટલા માટે તે બોટલમાં પેશાબ કરતો હતો.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
એક મહિનાથી દુકાન ચલાવી રહ્યા હતા આરોપીઓ
પોલીસ પૂછપરછ દરમિયાન દુકાનદારે જણાવ્યું કે, તે મૂળ બહરાઈચના કૈસરગંજનો રહેવાસી છે. આ દુકાન તેના પિતરાઈ ભાઈની હતી. તે એક મહિના પહેલા તેના ઘરે ગયો હતો. ત્યારથી બંને આ દુકાન ચલાવે છે. પોલીસ તપાસમાં દુકાનમાં કોઈ CCTV કેમેરા લગાવેલા મળ્યા નથી. ઘટના બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમણે આ વિસ્તારમાં ચાલતી અન્ય ઘણી દુકાનોની પણ તપાસની માંગ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.