CBSEના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, બોર્ડની પરીક્ષા માટે આ તારીખથી રજીસ્ટ્રેશન શરૂ…

CBSE ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા ક્યારથી શરૂ થશે, એની તારીખો જાહેર કરી દીધી છે. રજિસ્ટ્રેશન વિન્ડો 18 સપ્ટેમ્બરે ખુલશે અને 16 ઓક્ટોબર છેલ્લી તારીખ છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSE ટૂંક સમયમાં ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરશે. CBSE દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ મુજબ, રજિસ્ટ્રેશન વિન્ડો 18 સપ્ટેમ્બરે ખુલશે અને 16 ઓક્ટોબર સુધી ખુલ્લી રહેશે. CBSE બોર્ડના વિદ્યાર્થીઓ તેની અધિકૃત વેબસાઇટ cbse.gov.in પર ઉપલબ્ધ પરીક્ષા સંગમ લિંકનો ઉપયોગ કરીને પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

ઓફિશિયલ નોટિફિકેશનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આપેલ સમયમર્યાદાનું પાલન કરીને રજિસ્ટ્રેશન ડેટા સબમિટ કરવો જરૂરી છે. તેથી, શાળાઓને સલાહ આપવામાં આવે છે કે ઉમેદવારોના ડેટાને સમયસર સબમિટ કરવા માટે આયોજન કરે. નોંધનીય છે કે જે વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 CBSE બોર્ડ પરીક્ષા સત્ર 2025-26 માટે તેમનું રજિસ્ટ્રેશન ફોર્મ સબમિટ કરશે તેઓને જ પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે.

કામની છે આ તારીખો

ધોરણ 9 અને 11 માટે રજિસ્ટ્રેશન (લેટ ફી વિના) 18 સપ્ટેમ્બરે શરૂ થશે.

ધોરણ 9 અને 11 માટે રજિસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ (લેટ ફી વિના) 16 ઓક્ટોબર છે.

ધોરણ 9 અને 11 માટે રજિસ્ટ્રેશન (લેટ ફી સાથે) 18 ઓક્ટોબરે શરૂ થશે

ધોરણ 9 અને 11 માટે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 24 ઓક્ટોબર રહેશે.

કેવી રીતે કરવું રજિસ્ટર?

સૌ પ્રથમ, CBSE ની અધિકૃત વેબસાઇટ cbse.gov.in પર લોગ ઇન કરો.

પછી હોમ સ્ક્રીન પર ‘પરીક્ષા સંગમ’ પર ક્લિક કરો.

તે પછી તમારા લોગઈન કરો અને ‘CBSE વર્ગ 9, 11 રજિસ્ટ્રેશન 2024-2025’ પર ક્લિક કરો.

હવે ઉમેદવારોએ તમામ જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવા પડશે અને રજિસ્ટ્રેશન ફી પણ ચૂકવવી પડશે.

છેલ્લે તમારું CBSE રજિસ્ટ્રેશન ફોર્મ સબમિટ કરો અને ફોર્મની એક કોપી ભવિષ્યના રેકોર્ડ્સ માટે રાખી મૂકો.

કેટલી છે રજિસ્ટ્રેશન ફી?

 

શૈક્ષણિક સત્ર 2025-26માં CBSE ધોરણ 10મા અને 12માની બોર્ડની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓએ બોર્ડની માર્ગદર્શિકા મુજબ રજિસ્ટ્રેશન ફી ચૂકવવાની રહેશે. ધોરણ 9ના વિદ્યાર્થીઓએ 300 રૂપિયા રજિસ્ટ્રેશન ફી ચૂકવવાની રહેશે જ્યારે 10મા ધોરણના વિદ્યાર્થીઓએ 600 રૂપિયા રજિસ્ટ્રેશન ફી ચૂકવવાની રહેશે.

જો વિદ્યાર્થીઓ નિર્ધારિત સમયમર્યાદા સુધીમાં તેમનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરી શકતા નથી, તો તેમની પાસેથી રૂ. 2,300ની લેટ ફી વસૂલવામાં આવશે. ધ્યાનમાં રાખો કે લેટ ફી જમા કરાવવાની છેલ્લી તારીખ 24 ઓક્ટોબર છે. ફી સીબીએસઈ દ્વારા નિર્ધારિત ઓનલાઈન પેમેન્ટ મોડમાં જ સ્વીકારવામાં આવશે, ઓફલાઈન મોડ અથવા બેંક ખાતામાં સીધી ડિપોઝીટ સ્વીકારવામાં આવશે નહીં. વધુ માહિતી માટે તમે CBSE ની અધિકૃત વેબસાઇટ cbse.gov.in પર જઈ શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.